FOLLOW US

ધોળકા પોલીસ સ્ટેશનનો પોલીસ કર્મચારી લાંચ લેતા ઝડપાયો

Updated: Mar 18th, 2023


- એસીબીએ 25 હજારની લાંચ લેતા પકડી લીધો

- ગુનામાં જપ્ત 3 વાહન અને મોબાઇલ છોડાવવા કોર્ટમાં અભિપ્રાય આપવાના બદલામાં લાંચ માંગી હતી

બગોદરા : અમદાવાદ જિલ્લાના ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી અરવિંદ ફતુભાઈ પટેલ ૨૫,૦૦૦ ની લાંચ લેતા અસીબી ના છટકામાં પકડાયા હતા. આ કામના ફરિયાદી તથા તેમના મિત્રો વિરૂદ્ધ ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો નોંધાયો હતો.

 તપાસ કરનાર અમલદાર દ્વારા ફરિયાદી અને તેમના મિત્રોના વાહનો તથા મોબાઈલ કબ્જે કરેલા હતા. આ ગુના માં કબ્જે કરેલા ત્રણ વાહનો અને મોબાઈલ ફરિયાદી ને પાછા મળે તે માટે કોર્ટ માં અભિપ્રાય આપવાના બદલે આરોપી અરવિંદભાઈ એ ૫૦ હજાર ની લાંચ ની માંગણી કરી હતી. બંને વચ્ચે  આખરે ૨૫ હજાર આપવાનો વાયદો કર્યો હતો. ફરિયાદી લાંચ આપવા માગતા નહોતા. ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ છટકામાં ૨૫ હજારની લાંચ લેતા પોલીસ કર્મી અરવિંદભાઈ ફતુભાઈ પટેલ ને રંગેહાથે એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા. 

લાંચ લેતા આરોપીને પકડી પાડી એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat
Magazines