Get The App

મોટી મજેઠી ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત

Updated: Mar 18th, 2023

GS TEAM


Google News
Google News
મોટી મજેઠી ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત 1 - image


- વિરમગામ હાઈવે ઉ૫ર 'હિટ એન્ડ રન'

સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના મોટી મજેઠી ગામ પાસે હાઈવે ઉપર બેફામ ઝડપે જતા અજાણ્યા વાહનની હડફેટે બાઈકચાલકનું મોત નિપજેલ હોવાનું જાણવા મળે છે. 

રાત્રે ચોકીદારી કરવા જતા હતા ત્યારે બનેલો અકસ્માતનો બનાવ

આ અકસ્માતની વિગત એવી છેકે, મોટી મજેઠી ગામે રહેતા લખમણભાઈ કરમણભાઈ રાતડીયા હાઈવે ઉપર આવેલ રાધે હોટલમાં ચોકીપણુ કરતા હતા. ચાર દિવસ પહેલા રાત્રે તેઓ તેમનું બાઈક લઈને નોકરીએ જતા હતા ત્યારે હાઈવે ઉપર મજેઠી ચેકપોસ્ટ પાસે પાછળથી બેફામ ઝડપે આવતા અજાણ્યા ફોરવ્હીલ વાહન ચાલકે તેમના બાઈકને ટક્કર મારતા લખમણભાઈ રોડ ઉપર પટકાયા હતા અને તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. વિરમગામની શિવ હોસ્પીટલમાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજેલ હતું.

આ અંગે મરનારના ભાઈ છેલાભાઈ રાતડીયાએ બજાણા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરેલ હોવાનું જાણવા મળે છે.  

Tags :