Updated: Mar 17th, 2023
- સાથીના કહેવાથી જ્ઞાતિના ટ્રસ્ટી બદલવા માટે પોસ્ટ વહેતી કરી હતી
- રાજકોટના શખ્સે 'રેશનિંગ કાર્ડમાંથી નામ કમી થઈ જશે' તેવી ધમકી આપતા ફરિયાદ
હળવદ : હળવદમાં ફેસબુક પોસ્ટ કરવા બદલ એક આધેડને મારી નાખવાની ધમકી મળી હતી. આધેડે પોતાના સાથીના કહેવા પર ફેસબુક એકાઉન્ટમાં જ્ઞાતીના ટ્રસ્ટી બદલવા માટે પોસ્ટ મુકતા રાજકોટના શખ્સે મારી નાખવાની ધમકી આપતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.
મળતી માહિતી અનુસાર, હળવદના આંનદ પાર્ક સોસાયટી પ્લોટ નં.૩૧ ખાતે રહેતા હિમતભાઇ મગનભાઇ ચાવડા નામના ૫૯ વર્ષીય આધેડે સાહેદના કહેવાથી તેઓના જ્ઞાાતીના ટ્રસ્ટમાં ટ્રસ્ટી ફેરફાર સબબની પોસ્ટ ફેસબુકમાં મુકતા યશ ધર્મેન્દ્રભાઇ રાઠોડ (રહે. રૈયા રોડ, ફ્લેટ નં.૩૫૫ રામાપીર ચોકડી, રીંગ રોડ, રાજકોટ) નામના શખ્સે ફેસબુક પોસ્ટ સબબ ફરિયાદી આધેડને તથા સાહેદને ફોન કરી જેમ ફાવે તેમ વાત કરી રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખવાની એટલે કે, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.