FOLLOW US

ધોળકાના ગાણોલ ગામના ખેડૂતનું તારાપુર પાસે અકસ્માતમાં મોત

Updated: Mar 15th, 2023


- ટ્રકે ટ્રેકટરને ટક્કર મારતા દુર્ઘટના બની

- ખેડૂત ટ્રેક્ટરમાં ઘઉં ભરીને તારાપુર માર્કેટયાર્ડમાં વેચવા જતા હતા ત્યારે અકસ્માત થયો

તારાપુર : તારાપુરના ઇન્દ્રણજ ગામ પાસે બુધવારે સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારતાં ટ્રેક્ટરમાં સવાર એક યુવકનં  મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓ થતા તેને ઇમરજન્સી સેવા ૧૦૮ની મદદથી બોરસદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. 

ધોળકાના ગાણોલ ગામેથી બંને જણા ઘઉં ભરીને તારાપુર માર્કેટયાર્ડમાં વેચવા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલક અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો. ધોળકા તાલુકાના ગણોલ ગામે રહેતા વિજય સિંહ ઉર્ફે ટીકુભાઈ બચુભાઈ ચાવડા બુધવારે વહેલી સવારે સાડા ચારેક વાગ્યાના અરસામાં પોતાના ખેતરમાં ખેત મજૂરી કરતો રમેશભાઈ હીરાભાઈ જાદવને સાથે લઈ ટ્રેક્ટરની ટોલીમાં ઘઉં ભરી તારાપુર માર્કેટ યાર્ડમાં ઘઉં વેચવા માટે નીકળ્યા હતા. ત્યારે વટામણ ચોકડી થઈ ટોલનાકુ વટાવી ખાનપુર દરગાહ થઈ ઇન્દ્રણજ ગામ પાસે હાઇવે પર પુર ઝડપે દોડતી ટ્રકના ચાલકે ટ્રેક્ટરની ટ્રોલીને પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટર ચાલક વિજયસિંહ ચાવડા તથા મજૂર રમેશભાઈ જાદવ ટ્રેકટર ઉપરથી નીચે પટકાયા હતા તથા ટ્રેક્ટર હાઇવે ની બાજુમાં ઉતરી ગયું હતું. ટ્રેકટર ટ્રોલી માં ભરેલા ઘઉં રસ્તા ઉપર વેરાઈ ગયા હતા.  અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક વિજયસિંહ ચાવડાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે રમેશભાઈ જાદવને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. શરીરે ગંભીર ઇજા ગ્રસ્ત વિજયસિંહ ચાવડાને ૧૦૮ મારફતે તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે બોરસદની ખાનગી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર હોઈ તારાપુર પોલીસે ટ્રકના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat
News
News
News
Magazines