Get The App

સુરેન્દ્રનગરમાં કોવિડ હૉસ્પિટલમાં વધુ 7 દર્દીઓએ કોરોનાને મહાત આપી

- શહેર જિલ્લામાં કોરાનાના કેસોમાં ઉછાળો આવવાની સાથે રિકવરી રેટમાં પણ વધારો થયો

Updated: Jul 24th, 2020

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરમાં કોવિડ હૉસ્પિટલમાં વધુ 7 દર્દીઓએ કોરોનાને મહાત આપી 1 - image


સુરેન્દ્રનગર, તા. 24 જુલાઇ 2020, શુક્રવાર

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધી રહ્યાં છે અને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આ તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવે છે અને સારવાર બાદ કોઈ જ લક્ષણો ન જણાતા રજા આપવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પીટલમાં વધુ ૭ કોરોના પોઝીટીવ દર્દીઓને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે અજગરી ભરડો લીધો છે અને સુરેન્દ્રનગર શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે ત્યારે કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવે છે અને સારવાર બાદ તાવ, શરદી કે ઉધરસ જેવાં લક્ષણો ન જણાતાં હોસ્પીટલમાંથી રજા આપવામાં આવે છે ત્યારે વધુ ૭ કોરોના પોઝીટીવ દર્દીઓને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગરના વતની કિરીટભાઈ, અબ્દુલભાઈ, મહાવિરસિંહ અને મનિષભાઈ તથા વઢવાણના વતની પરાક્રમસિંહ તેજ પાટડીના વતની દિપકભાઈબેલાણી અને ચુડાના વતની શિલ્પાબેન શેઠનો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓએ હોસ્પીટલમાં ડોક્ટર પેરા મેડીકલ સ્ટાફ સહિત વહિવટી તંત્રનો સારવાર અને દેખરેખ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને અન્ય લોકોને પણ કોરોના વાયરસ સામે સાવચેત રહી સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્યું હતું.

Tags :