Get The App

24 કલાકમાં કોરોનાના વધુ 63 કેસ નોંધાયા !

- ઝાલાવાડ પંથકમાં કિલર કોરોનાનું કાળચક્ર ફરી વળતાં ભયનો માહોલ

- લીંબડી તાલુકામાં ૧૩, સાયલા તાલુકામાં ૧૨, સુરેન્દ્રનગર- વઢવાણના શહેરી વિસ્તારોમાં ૧૧, પાટડી-ધ્રાંગધ્રા તાલુકામાં ૯-૯, ચુડા તાલુકામાં ૪, મુળી તાલુકામાં ૩ અને લખતર તાલુકામાં ૨ કેસ મળ્યા

Updated: Jul 17th, 2020

GS TEAM

Google News
Google News
24 કલાકમાં કોરોનાના વધુ 63 કેસ નોંધાયા ! 1 - image


સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા, પાટડી, સાયલા, તા.17 જુલાઇ 2020, શુક્રવાર

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર સતત વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દરરોજ અંદાજે ૩૦થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬૩ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને સુરેન્દ્રનગર, રતનપર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ જિલ્લાના  અલગ-અલગ તાલુકાઓમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધી રહ્યાં છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં સુરેન્દ્રનગર શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ૬૩ જેટલાં કેસો નોંધાયા હતાં. 

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં (૧) લક્ષ્મીપરા વિસ્તારામાં રહેતાં ઉમરખાન અસરફખાન મકરાણી ઉ.વ.૭૦ (૨) ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતાં માવજીભાઈ મોતીભાઈ મકવાણા ઉ.વ.૫૮ (૩) નવી હાઉસીંગ બોર્ડમાં રહેતાં મહાવિરસિંહ ભાવુભા ઝાલા ઉ.વ.૫૨ (૪) વઢવાણ મોટાપીર ચોકમાં રહેતાં ફરીદભાઈ લાખવા ઉ.વ.૫૦ (૫) રિધ્ધિપાર્કમાં રહેતાં વિવેકભાઈ કાન્તીલાલ પરમાર ઉ.વ.૪૪ (૬) મીલ રોડ મસ્જીદ પાસે રહેતી હવાબીબી કાજી ઉ.વ.૪૩ (૭) રતનપર કૃષ્ણનગરમાં રહેતાં રાજેશભાઈ માવજીભાઈ ઉ.વ.૪૨ (૮) જુના હાઉસીંગ બોર્ડમાં રહેતાં રમજાનભાઈ ઈબ્રાહીમભાઈ શેખ ઉ.વ.૪૨ (૯) ટી.બી.હોસ્પીટલ પાછળ રહેતાં મનીષભાઈ ધુડાભાઈ સારલા ઉ.વ.૪૧ (૧૦) પગીવાસમાં રહેતી હિનાબેન રોહિતભાઈ ગોથણીયા ઉ.વ.૨૫ રહે.બલદાણા તા.વઢવાણ (૧૧) જોરાવરનગર હનુમાન ચોક વિસ્તારમાં રહેતી શાહીનાબેન મોહસીનભાઈ મુલીયા ઉ.વ.૨૪.

લીંબડી તાલુકામાં - (૧૨) લીંબડી જીનપરા વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષની મહિલા (૧૩) મંદિરપરા વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષની મહિલા (૧૪) મંદિરપરા વિસ્તારમાં રહેતી ૨૯ વર્ષની મહિલા (૧૫) વૈદ્યશેરીમાં રહેતાં ૩૧ વર્ષના પુરૂષ (૧૬) રામજી મંદિર ચોકી વિસ્તારમાં રહેતાં ૩૨ વર્ષના પુરૂષ (૧૭) લાતીપાટા વિસ્તારમાં રહેતી ૪૦ વર્ષની મહિલા (૧૮) મોરભાઈના ડેલા વિસ્તારમાં રહેતાં ૪૫ વર્ષના પુરૂષ (૧૯) જેસીંગ ફેકટરી પાસે રહેતાં ૫૦ વર્ષના પુરૂષ (૨૦) ખારાકુવા પાસે રહેતી ૫૦ વર્ષની મહિલા (૨૧) બસ સ્ટેન્ડ પાસે રહેતી ૫૫ વર્ષની મહિલા (૨૨) સંઘાડીયા શેરીમાં રહેતાં ૫૫ વર્ષના પુરૂષ(૨૩) મોટાવાસમાં રહેતી ૭૦ વર્ષની મહિલા (૨૪) શહેરી વિસ્તારમાં રહેતાં ૩૪ વર્ષના પુરૂષને કોરોના પોઝીટીવ આવ્યો હતો.

 ધ્રાંગધ્રા તાલુકામાં (૨૫) ગ્રીનચોક વિસ્તારમાં રહેતાં ૨૦ વર્ષના યુવક (૨૬) ગણેશ સોસાયટીમાં રહેતાં ૪૮ વર્ષના પુરૂષ (૨૭) શહેરી વિસ્તારમાં રહેતાં ૫૦ વર્ષના પુરૂષ (૨૮) દિલ્હી દરવાજા બહાર ચોકીયા કુવા પાસે રહેતાં ૬૭ વર્ષના પુરૂષ (૨૯) ખીજડીયા હનુમાન પાસે રહેતી ૭૦ વર્ષની મહિલા (૩૦) પ્રમુખનગર વિસ્તારમાં રહેતાં ૪૦ વર્ષના પુરૂષ (૩૧) સીતા દરવાજા પાસે રહેતાં ૫૬ વર્ષના પુરૂષ (૩૨) બાલકૃષ્ણનગરમાં રહેતી ૪૪ વર્ષની મહિલા (૩૩) રામરાજપરમાં રહેતી ૨૪ વર્ષની મહિલાને કોરોના પોઝીટીવ આવ્યો હતો. 

પાટડી તાલુકામાં (૩૪) પાનવાના મુખીવાસ વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષની મહિલા (૩૫) કોચાડાના નાડોદાવાસમાં રહેતાં ૩૭ વર્ષના પુરૂષ (૩૬) અંબિકાનગર વિસ્તારમાં રહેતાં ૪૮ વર્ષના પુરૂષ (૩૭) આદરીયાણા મેઈન બજારમાં રહેતી ૫૩ વર્ષની મહિલા (૩૮) કલાડા દરવાજા પાસે રહેતાં ૫૫ વર્ષના પુરૂષ (૩૯) વૃંદાવન સોસાયટીમાં રહેતાં ૩૮ વર્ષના પુરૂષ (૪૦) ખેરવામાં રહેતાં પુરૂષ (૪૧) શહેરી વિસ્તારમાં રહેતાં ૪૮ વર્ષના પુરૂષ (૪૨) ખેરવા ગામે રહેતાં ૫૦ વર્ષના પુરૂષને કોરોના પોઝીટીવ આવ્યો હતો.

સાયલા તાલુકામાં (૪૩) આશાબેન ગોવિંદભાઈ સાંભડ રહે.કરાડી (૪૪) બાલુબેન લક્ષ્મણભાઈ સાંભડ રહે.કરાડી (૪૫) ભારતીબેન ચેતનભાઈ ધારૈયા રહે.નવાગામ (૪૬) કૈલાશબેન વિજયભાઈ સાકરીયા રહે.નવાગામ (૪૭) ગજુબેન મનસુખભાઈ જાપડીયા રહે.નવાગામ (૪૮) પૂર્વીબેન રમેશભાઈ ખટાણા રહે.સીરવાણીયા તથા (૪૯) ચંદુભાઈ પ્રભુભાઈ બાવળીયા રહે.સામતપર (૫૦) પ્રવિણભાઈ વીરૂભાઈ કણઝરીયા રહે.સામતપર (૫૧) મુકેશભાઈ કલાભાઈ પરમાર રહે.સુદામડા (૫૨) ધારાડુંગળી ગામે રહેતી ૨૩ વર્ષની મહિલા (૫૩) ધારાડુંગળી ગામે રહેતી ૨૬ વર્ષની મહિલા (૫૪) બ્રહ્મપુરી (વણકી) ગામે રહેતી ૨૪ વર્ષની મહિલાને કોરોના પોઝીટીવ આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રણેય પુરૂષ કોરોના પોઝીટીવ દર્દીઓ સાયલા પોલીસ મથકના છેડતી અને પ્રોહીબીશનના આરોપીઓ હોવાનું બહાર આવ્યું હતું. 

ચુડા તાલુકામાં (૫૫) વાડી વિસ્તારમાં રહેતાં ૩૬ વર્ષના પુરૂષ (૫૬) ચુડા પોલીસ લાઈનમાં રહેતાં ૩૮ વર્ષના પુરૂષ (૫૭) ચુડા તાલુકાના કોરડા ગામે રહેતી ૧૯ વર્ષની મહિલા (૫૮) વાણીયાવદર ગામે રહેતી ૨૧ વર્ષની મહિલા.

લખતર તાલુકામાં (૫૯) ભાલાળા ગામે રહેતી ૨૩ વર્ષની મહિલા અને (૬૦) ભલાળા ગામે રહેતી ૨૭ વર્ષની મહિલાને કોરોના પોઝીટીવ આવ્યો હતો. 

મુળી તાલુકામાં (૬૧) ઉમરડા ગામે રહેતી ૨૧ વર્ષની મહિલા (૬૨) ઉમરડા ગામની ૨૫ વર્ષની મહિલા (૬૩) પલાસા ગામે રહેતી ૨૧ વર્ષની મહિલાને કોરોના પોઝીટીવ આવ્યો હતો. આમ છેલ્લા ૨૪ કલાકમાં પાટડી તાલુકામાં-૯, સાયલા તાલુકામાં-૧૨, વઢવાણ તાલુકામાં-૧૧, ધ્રાંગધ્રા તાલુકામાં-૯, લીંબડી તાલુકામાં-૧૩, લખતર તાલુકામાં-૨, ચુડા તાલુકામાં-૪, મુળી તાલુકામાં-૩ વ્યક્તિઓ મળી કુલ ૬૩ વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવ્યો હતો. જે તમામને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં.

Tags :