Get The App

સુરેન્દ્રનગરના પતરાવાળી ચોક વિસ્તારમાં વરલી મટકા રમતા 4 શખ્સો પકડાયા

- પોલીસે શકુનીઓની અટક કરી રોકડ સહિત રૂ. ૧૪૪૯૦નો મુદામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી

Updated: Dec 4th, 2020

GS TEAM


Google News
Google News
સુરેન્દ્રનગરના પતરાવાળી ચોક વિસ્તારમાં વરલી મટકા રમતા 4 શખ્સો પકડાયા 1 - image


સુરેન્દ્રનગર, તા. 4 ડિસેમ્બર, 2020, શુક્રવાર

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાની સુચનાથી જિલ્લામાં ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ નાબુદ કરવાના હેતુથી એલસીબી પીઆઈ સહિતના સ્ટાફે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન શહેરની મધ્યમાં પતરાવાળી ચોક પાસેથી જાહેરમાં વરલ મટકાનો જુગાર રમતાં ચાર શખ્સોએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઈંગ્લીશ દારૂ અને જુગાર જવી અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે જિલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન બાતમીના આધારે જયેન્દ્રસિંહ કિરતસિંહ રાણા, રહે.કડીયા સોસાયટી, સુરેન્દ્રનગરવાળો પતરાવાળી ચોક પાસે જાહેરમાં રોડ પર વરલી મટકાનો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે રેઈડ કરી હતી જેમાં ચાર શખ્સો જયેન્દ્રસિંહ કિરતસિંહ રાણા, રમેશભાઈ જીણાભાઈ ખડેસા, સુરેશભાઈ બાબુભાઈ ચાવડા અને દિલીપભાઈ હરિભાઈ રાણા તમામ રહે.સુરેન્દ્રનગરવાળાને જાહેરમાં ગેરકાયદેસર વરલી મટકાના આંક ફરકનો જુગાર રમતાં રોકડ રૂા.૧૩,૪૯૦ તથા મોબાઈલ ફોન નંગ-૨ કિંમત રૂા.૧,૦૦૦ સહિત કુલ રૂા.૧૪,૪૯૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે મુખ્ય આરોપીની પુછપરછ કરતાં પોતે અન્ય આરોપી જયુભા રણજીતસિંહ ઝાલા રહે.પતરાવાળી પાસે સુરેન્દ્રનગરવાળા પાસે વરલીની કપાત કરાવતો હોવાની કબુલાત કરી હતી જ્યારે પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ એ ડિવીઝન પોલીસ મથકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.


Tags :