વિરમગામમાં કોરોનાના 3 કેસ ત્રણેય દર્દીઓ સિનિયર સિટીઝન
- વ્રજ વિહાર સોસાયટી, મંગલમૂર્તિ સોસાયટી અને વ્હોરા વાડના દર્દીઓને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયા
વિરમગામ, તા. 8 જૂન 2020, સોમવાર
વિરમગામ શહેરમાંથી કોરોના હટવાનું નામ જ લેતો નથી. આજે પણ વધુ ૩ કેસ નોંધાયા હોવાના અહેવાલ છે. શહેરના વ્રજ વિહાર, મંગલમૂર્તિ સોસાયટી અને વ્હોરાવાડમાં કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. માંડલમાં પણ ૩૪ વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે.
શહેરની નીલકી પોપટ ચોકડી પાસે આવેલી વ્રજ વિહાર સોસાયટીમાં ૭૬ વર્ષના વૃદ્ધ, મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતા ૬૪ વર્ષના વૃદ્ધ અને વ્હોરાવાડ વિસ્તારમાં ૬૦ વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ ત્રણેય સિનિયર સિટીઝનને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલે મોકલી અપાયા છે અને પાલિકાએ આ વિસ્તારોમાં સેનિટાઇઝેશનની કામગીરી શરૃ કરી કીધી છે.