Get The App

વિરમગામમાં સ્ટેટ મોનિટરિંગ ટીમના દરોડામાં 27 જુગારી પકડાયા

Updated: Mar 15th, 2023

GS TEAM


Google News
Google News
વિરમગામમાં સ્ટેટ મોનિટરિંગ ટીમના દરોડામાં 27 જુગારી પકડાયા 1 - image


- વિરમગામ ટાઉન પોલીસ ઊંઘતી ઝડપાઈ

- રેડ દરમિયાન બે લાખ 41 હજારનો મુદ્દામાલ જપ્ત : મુખ્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ

વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં ગોવાળવાસ વિસ્તારમાં સ્ટેટ મોનીટરિંગની ટીમે દરોડો પાડી વિરમગામ ટાઉન પોલીસને ઊંઘતી રાખી હાજર વલ્લી મટકાનો જુગાર રમી રમાડતા ૨૭ જુગારીયાઓને દબોચી લીધા હતા આ રેડ દરમ્યાન લાખો રૂપિયાનો મુદ્દા માલ સ્થળ ઉપરથી ઝડપી લીધો હતો આ બનાવમાં મુખ્ય બે આરોપી ફરાર થઈ ગયા હતા. એક સામટા આટલા બધા જુગારીઓ પકડાતા પંથકમાં ખળભળાટ મચી ગયો હતો.

વિરમગામ ટાઉન પોલીસને ઊંઘતી રાખીને પૂર્વ બાતમીના આધારે મંગળવારે મોડી સાંજના સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ અને સ્ટાફે વિરમગામ શહેરના ગોલવાડી દરવાજા અંદર ગોવાળ વાસ વિસ્તારમાંથી હાજર વલ્લી મટકાનો જુગાર રમતા ૨૭ ઈસમોને ઝડપી પાડયા હતા. 

આ રેડ દરમિયાન રોકડ રકમ રૂપિયા ૨૬,૨૩૦  રિક્ષા, એક્ટિવા, ૪ મોટરસાયકલ, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા બે લાખ ૪૧ હજારનો મુદ્દામાલ સાથે ૨૭ શખ્સોને ઝડપી પાડયા હતા. આ દરોડા દરમિયાન હાજર વરલી મટકાનો જુગાર રમાડતા મુખ્ય આરોપી ગુણવંત ઠાકોર અને યુસુફ  પઠાણના નામ ખુલ્યા હતા અને ૨૭ ઈસમો સહિત ૨૯ ઇસમો વિરુદ્ધ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :