મૂળીના નવાણીયા ગામે શ્રાવણીયો જુગાર રમતા 16 શખ્સો પકડાયા
- પોલીસે શકુનીઓની અટક કરીને મોબાઇલ, રોકડ સહિત રૂા. ૧.૧૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
સરા, તા. 30 જુલાઇ 2020, ગુરૂવાર
મૂળી તાલુકામાં પ્રોહિ. જુગાર નેસ્તનાબૂદ કરવા મૂળી પી એસ આઈ ડી.જે. ઝાલા સરા પી એસ આઈ વાય આર જોષી પો.હે.કો. વિશ્વરાજસિંહ, ડી.વી. સોલંકી, રાજપાલસિંહ સહિત સ્ટાફ દ્વારા નવાણીયા ગામે ભાડે મકાન રાખી ઈસમોને ભેગા કરી ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાડતા હતા.
જેના પગલે પોલીસે નરેન્દ્રસિંહ ઉર્ફે નંદુભા પરમાર રમાડતા હોવાની ચોક્કસ બાતમીના આધારે રેઇડ યુવરાજસિંહ ક્રિપાલસિંહ પરમાર રે. નવાણીયા ધર્મેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ પરમાર રે. નવાણીયા હરપાલસિંહ હનુભા પરમાર રે. નવાણીયા રવિભાઇ જાદવભાઇ ઉતેરીયા રે. મૂળી બોધાભાઇ ભીખાભાઇ વાઘેલા રે. નવાણીયા જીતેન્દ્ર નરસીભાઇ વસેવલીયા રે. હેમતપર યુવરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર, રે. નવાણીયા પૃથ્વીરાજસિંહ દાનુભા પરમાર રે. નળીયે કમલેશભાઇ રમેશભાઇ વસેવલીયા રે. મૂળી, પ્રવિણસિંહ વનુ ભા પરમાર રે. નવાણીયા મયુરસિંહ બલભદ્રસિંહ પરમાર રે. નવાણીયા પ્રદિપસિંહ રવુભા રે. નવાણીયા સુરપાલસિંહ બળદેવસિંહ પરમાર રે. નવાણીયા વિજયસિંહ કિરીટસિંહ પરમાર રે. નવાણીયા ગીરીરાજસિંહ છેલુભા પરમાર રે. નવાણીયા નાસી છુટનાર ઈસમ નરેન્દ્રસિંહ મહિપતસિંહ પરમાર રે. નવાણીયાને જુગાર રમતા રૂા. ૫૩,૭૦૦ અને ૧૪ નંગ મોબાઇલ કિંમત રૂા. ૬૩,૦૦૦ કુલ રૂા. ૧,૧૬,૦૦૦ના મુદ્દામાલ સાથે તેમજ બે ઇસમો કેફી પીણું પીધેલ જણાતા તેમની સામે અલગથી ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવતા પતાપ્રેમીઓમાં ફફડાટની લાગણી જન્મી છે.