Gujarat

સુરેન્દ્રનગર શહેર-જિલ્લામાં કોરોનાના નવા 15 કેસ

By GS Team
5 Feb 20221 min read
This article was originally published on 5 Feb 2022
સુરેન્દ્રનગર શહેર-જિલ્લામાં કોરોનાના નવા 15 કેસ

- જિલ્લામાં એકિટવ કેસની સંખ્યા 254 પર પહોંચી ગઇ 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં  શનિવારે ગ્રામ વિસ્તારમાં ૬ અને શહેરી વિસ્તારમાં ૯ મળીને  કુલ ૧૫ નવા કેસો આપ્યા હતા.

શનિવારે ૧૮૯૭ આર.ટી.પી.સી.આર અને ૩૩૩ એન્ટીજન ટેસ્ટ સાથે કુલ ૨૨૩૦ ટેસ્ટ કરવામાં આવેલ હતા જિલ્લાના ચોટીલા, લખતર અને સાયલા તાલુકામાં ગઈકાલે એકપણ નવો કેસ આવેલ ન હોતો. ૭૩ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવેલ હતા. અત્યાર સુધીમાં કુલ ૧૬૧૧ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે જ્યારે જિલ્લામાં એકટીવ કેસની સંખ્યા ૨૫૪ રહી છે.