સાણંદના માધવનગર અને ગોધાવીમાં જુગાર રમતા 13 શખ્સો પકડાયા
- પોલીસે બંને સ્થળેથી રૂા. ૭ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
સાણંદ, તા. 31 જુલાઇ 2020, શુક્રવાર
સાણંદ પોલીસે ગુરુવારે બપોરે બાતમીના આધારે સાણંદના માધવનગરમાં આવેલ છાપરાઓની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં રેડ કરતા હરેશભાઇ નટવરભાઇ ભંગી (રહે. સાણંદ), આઝાદસિંગ ઊજવલસિંઘ સરદાર, નરેશભાઇ નાનજીભાઇ ભંગી, ભાવાભાઇ ડાહ્યાભાઇ ભંગી, જયંતીભાઇ ચમનભાઇ ભંગી (તમામ રહે. માધવનગર સાણંદ)નાઓની રેડ દરમ્યાન રોકડ રૂા. ૪૪૯૦/-ના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી.
પોલીસે તમામ વિરૂધ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જ્યારે બોપલ પોલીસે ગુરૂવારે સાંજે ૭.૧૫ કલાકે સાણંદ તાલુકાના ગોધાવી ગામે આવેલ દેવી પૂજક વાસની સામે સરકારી પ્રાથમિક સ્કુલના કંપાઉન્ડમાં આવેલ લીમડાના ઝાડની નીચે ખુલ્લી જગ્યામાં રેડ કરતા રાજેન્દ્રસિંહ બચુભા વાઘેલા (રહે. સાણંદ) મુકેશસિંહ રણજીતસિંહ, કનકસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા, નિલેષભાઇ રમણભાઇ વાઘેલા, હાર્દિકભાઇ જગદીશભાઇ દંતાણી, વિનોદભાઇ બચુભાઇ ચુનારા, સચિનભાઇ અમરસિંગ દેવીપુજક, મહેન્દ્રભાઇ ડુંગરભાઇ સોલંકી (તમામ રહે. ગોધાવી)નાઓની રેડ દરમ્યાન રોકડ રૂા. ૨૯૦૪૦/-ના મુદ્દામાલ સાથે અટકાયત તેઓના વિરૂધ્ધમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.