સુરેન્દ્રનગરની હોસ્પિટલમાંથી 12 કોરોના દર્દીઓને રજા આપી દેવાઈ
- ત્રણ મહિલા સહિત તમામ દર્દીઓને ઘેર મોકલાયા
સુરેન્દ્રનગર, તા.4 જુલાઈ 2020, શનિવાર
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને સુરેન્દ્રનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ સતત વધી રહ્યાં છે ત્યારે કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવે છે અને સારવાર બાદ લક્ષણો ન જણાતાં રજા આપવામાં આવે છે ત્યારે સરકારી હોસ્પીટલમાંથી વધુ ૧૨ કોરોન પોઝીટીવ દર્દીઓને રજા આપવામાં આવી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસે અજગરી ભરડો લીધો છે અને સતત કોરોના વાયરસના પોઝીટીવ કેસ વધી રહ્યાં છે. ત્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવે છે અને સારવાર બાદ તાવ, શરદી કે ઉધરસ જેવાં લક્ષણો ન જણાતાં હોસ્પીટલમાંથી રજા આપવામાં આવે છે. જેના ભાગરૃપે સરકારી હોસ્પીટલમાંથી વધુ ૧૨ કોરોના પોઝીટીવ દર્દીઓને રજા આપવામાં આવી હતી જેમાં શહેરી વિસ્તારનાં તૃપલભાઈ જોષી, મનીષભાઈ જોષી, અજીતસિંહ શિવરાજસિંહ, આકાશભાઈ કારેલીયા, તેજસભાઈ તુરખીયા, કંચનબેન તુરખીયા, જીનયભાઈ તુરખીયા, ધર્મય તુરખીયા, હેરીત તુરખીયા, સત્યમ તુરખીયા તથા ડો.રીચાબેન અને ગીતાબેન ધર્મેશભાઈને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. આ તમામ દર્દીઓને કોરોના પોઝીટીવ આવતાં સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.