Get The App

ધોળકા તાલુકાના બદરખા ગામની સીમમાં ખેતરમાં જુગાર રમતા 10 ઝડપાયા

- અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી દરોડો પાડયો

Updated: Jun 17th, 2020

GS TEAM

Google News
Google News
ધોળકા તાલુકાના બદરખા ગામની સીમમાં ખેતરમાં જુગાર રમતા 10 ઝડપાયા 1 - image


બગોદરા, તા.17 જૂન 2020, બુધવાર

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઈંગ્લીશ દારૃ અને જુગાર જેવી અસમાજીક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા સ્થાનિક પોલીસને અંધારામાં રાખી બદરખા ગામની સીમમાં આવેલ ખેતરમાંથી જુગાર રમતાં ૧૦ શખ્સોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલ એક તરફ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગુન્હાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે ધોળકા તાલુકાના બદરખા ગામની સીમમાં આવેલ મહેશભાઈ ભીખાભાઈ ડયાના ખેતરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે અમદાવાદ જિલ્લા પોલીસવડા આર.વી.અસારીની સુચનાથી ગ્રામ્ય એલસીબી પીઆઈ ડી.એન.પટેલ, પીએસઆઈ કે.કે.જાડેજા સહિતના સ્ટાફે રેઈડ કરી હતી જેમાં જુગાર રમતાં ૧૦ શખ્સો દિનેશભાઈ બાબુભાઈ પટેલ ઉ.વ.૫૧ રહે.નારાયણનગર ગાંધીનગર, કેતનભાઈ શાંતીલાલ પટેલ ઉ.વ.૫૫ રહે.કોચરબ પાલડી, સલીમભાઈ હુશેનભાઈ શેખ ઉ.વ.૨૯ રહે.જુહાપુરા અમદાવાદ, ભદ્રેશ મુકેશભાઈ રાવત ઉ.વ.૩૪ રહે.વેજલપુર અમદાવાદ, દિનેશ શંકરલાલ બીજવા ઉ.વ.૪૯ રહે.પાલડી અમદાવાદ, યાસીન નઝમલહુશેન મનસુરી ઉ.વ.૩૮ રહે.ફતેવાડી અમદાવાદ, લતેશ સુરેશકુમાર સેવકરામાણી ઉ.વ.૩૦ રહે.ઘોડાસર અમદાવાદ, આસીફ યુસુફભાઈ છીપા ઉ.વ.૪૩ રહે.આસ્ટોડીયા અમદાવાદ, મોહસીન યુસુફભાઈ પઠાણ ઉ.વ.૩૫ રહે.ઝુલતા મુનારા અમદાવાદ અને આબીદઅલી જહીરઅલી સૈયદ ઉ.વ.૩૫ રહે.નારોલ અમદાવાદવાળાને રોકડ રૃા.૯,૭૦૦ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા ૧૦ જેટલાં જુગારીઓને સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ઝડપી પાડવામાં આવ્યાં હતાં ત્યારે આટલા મોટા જુગારધામમાં માત્ર રૃા.૯,૭૦૦ રૃપિયાનો કેસ કરવામાં આવતાં લોકોમાં અનેક ચર્ચાઓ વહેતી થવાં લાગી હતી તેમજ પોલીસ ફરિયાદમાં રેઈડ દરમ્યાન મોબાઈલ કે વાહનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.

Tags :