Get The App

ચેમ્પિયન ટ્રોફી ફાઇનલમાં મિસ્ટ્રી ગર્લ સાથે દેખાયો યુઝવેન્દ્ર ચહલ, તસવીરો વાઇરલ

Updated: Mar 9th, 2025

GS TEAM

Google News
Google News
ચેમ્પિયન ટ્રોફી ફાઇનલમાં મિસ્ટ્રી ગર્લ સાથે દેખાયો યુઝવેન્દ્ર ચહલ, તસવીરો વાઇરલ 1 - image


Yuzvendra Chahal spotted with RJ Mahvash : ઘણા સમયથી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાની ચર્ચાઓ ચાલી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર બંને વચ્ચે છૂટાછેડાની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જોકે બંને દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી. એવામાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં યુઝવેન્દ્ર ચહલ એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો. 

ચેમ્પિયન ટ્રોફી ફાઇનલ મેચમાં ચહલ મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યો હતો. જેની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. જોકે સોશિયલ મીડિયા યુઝર્સનો દાવો છે કે આ મિસ્ટ્રી ગર્લ બીજું કોઈ નહીં પણ RJ મહવશ છે. અગાઉ પણ મહવશ અને ચહલનું નામ એકબીજા સાથે જોડાયું હતું. જોકે તે સમયે તેણીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે અમે માત્ર મિત્ર છીએ, રિલેશનશીપમાં નથી. મહવશ દિલ્હીમાં રેડિયો જૉકી છે અને સોશિયલ મીડિયામાં પણ ખૂબ જાણીતી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 14 લાખથી વધુ ફૉલોઅર્સ છે. 

બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોયે ચહલ સાથેનો વીડિયો કર્યો પોસ્ટ


Tags :