Get The App

IPL વચ્ચે યુઝવેન્દ્ર ચહલ સાથે ફરી દેખાઈ RJ મહવશ? ચહેરો છુપાવતો વીડિયો વાઈરલ

Updated: Apr 7th, 2025

GS TEAM


Google News
Google News
IPL વચ્ચે યુઝવેન્દ્ર ચહલ સાથે ફરી દેખાઈ RJ મહવશ? ચહેરો છુપાવતો વીડિયો વાઈરલ 1 - image


Image Source: Twitter

Yuzvendra Chahal Spotted With RJ Mahvash: ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને RJ મહવશના ડેટિંગની ચર્ચા હાલમાં જોરશોરમાં ચાલી રહી છે.  RJ મહવશ અને યુઝવેન્દ્રએ પોતાના સંબંધ પર મૌન સાધ્યુ છે. પરંતુ બંનેને વારંવાર એકસાથે જોયા બાદ ચાહકોને લાગે છે કે તેમનો સંબંધ મિત્રતા કરતાં વધુ છે. યુઝવેન્દ્ર ચહલનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર એક ખાસ કારણોસર વાઈરલ થઈ રહ્યો છે. 



યુઝવેન્દ્ર ચહલ મિસ્ટ્રી ગર્લ સાથે નજર આવ્યો

વાસ્તવમાં IPL વચ્ચે યુઝવેન્દ્ર ચહલ એક મિસ્ટ્રી ગર્લ સાથે નજર આવ્યો. આ મિસ્ટ્રી ગર્લ એ ગ્રે કલરનો ટ્રેકસૂટ પહેર્યો છે. તેણે પોતાનો ચહેરો માસ્કથી ઢાંકી રાખ્યો છે અને તેણે જેકેટ કેપ પહેરીને પોતાનો ચહેરો પાપારાઝીથી સંપૂર્ણ પ્રયાસ કર્યો છે. પરંતુ વાઈરલ વીડિયો બાદ ચાહકોનો દાવો છે કે, યુઝવેન્દ્ર ચહલ સાથે જોવા મળતી છોકરી બીજી કોઈ નહીં પણ RJ મહવશ જ છે. તે બંને ટીમના બાકીના સભ્યો સાથે હોટલની લોબીમાં રાહ જોતા જોવા મળ્યા. પછી બંને સાથે લિફ્ટમાં ગયા. 

આ પણ વાંચો: મને લગ્નનો કોન્સેપ્ટ જ નથી સમજાતો: ચહલ સાથે ડેટિંગની અફવા વચ્ચે મહવશે તોડ્યું મૌન

વીડિયોમાં IPLની ટીમ પંજાબ કિંગ્સના અન્ય ખેલાડીઓ અને હેડ કોચ રિકી પોન્ટિંગ પણ દેખાઈ રહ્યો છે. બીજી તરફ વાઈરલ વીડિયો બાદ RJ મહવશ અને યુઝવેન્દ્ર ચહલ રિલેશનશિપમાં હોવાના સમાચાર ફરી તેજ બન્યા છે. જોકે, હવે સત્ય શું છે તે તો માત્ર એ જ કહી શકે છે.

Tags :