Get The App

યશસ્વી જયસ્વાલનો કીર્તિમાન: 148 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર બન્યો આવો રેકોર્ડ

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
યશસ્વી જયસ્વાલનો કીર્તિમાન: 148 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર બન્યો આવો રેકોર્ડ 1 - image


Yashasvi Jaiswal Creates History: 148 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતના દમદાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે એક નવો અધ્યાય ઉમેરી દીધો છે. ઇંગ્લેન્ડ સામે લીડ્સના હેડિંગ્લે મેદાન પર ચાલી રહેલી પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે જયસ્વાલે પોતાના ટેસ્ટ કરિયરની 5 પાંચમી સદી ફટકારી હતી. જયસ્વાલે 159 બોલમાં 101 રન બનાવ્યા. દરમિયાન તેણે 63.52ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને 16 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. જયસ્વાલે  દરમિયાન એવું કરી બતાવ્યું જે 148 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલાં ક્યારેય નથી થયું.

યશસ્વી જયસ્વાલે  બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

યશસ્વી જયસ્વાલનો કીર્તિમાન: 148 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર બન્યો આવો રેકોર્ડ 2 - image

148 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં યશસ્વી જયસ્વાલ વિશ્વનો પહેલો વિઝિટિંગ બેટ્સમેન બન્યો છે, જેણે ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયાની ધરતી પર પોતાના પહેલા જ ટેસ્ટ મેચમાં સદી ફટકારી કમાલ કરી છે. જયસ્વાલે ગયા વર્ષે નવેમ્બર 2024માં પર્થ ટેસ્ટમાં સદી ફટકારીને 161 રનની ઇનિંગ રમી હતી.જયસ્વાલની આ ઑસ્ટ્રેલિયાની ધરતી પર પહેલી જ ટેસ્ટ મેચ હતી. હવે તેણે ઇંગ્લેન્ડની ધરતી પર પોતાની પહેલી જ ટેસ્ટ મેચમાં 101 રનની ઉત્તમ ઇનિંગ રમી છે.સોશિયલ મીડિયા પર પણ  યશસ્વી જયસ્વાલની આ સદીની ખૂબ ચર્ચા થઈ રહી છે. જણાવી દઈએ કે યશસ્વી જયસ્વાલે  હજુ સુધી 20 ટેસ્ટ મેચમાં 54.26ની એવરેજથી 1899 રન બનાવ્યા છે. દરમિયાન તેણે  2 બમણી સદી સાથે  5 સદી  અને 10 અર્ધશદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં યશસ્વી જયસ્વાલનો બેસ્ટ સ્કોર 214 રન છે. 

આ પણ વાંચો :ઈંગ્લેન્ડમાં ચાલ્યો પંતનો જાદુ, ટેસ્ટમાં બનાવ્યો ગજબ રેકોર્ડ; ધોની-સંગાકારાને પછાડ્યા

યશસ્વી જયસ્વાલનો કીર્તિમાન: 148 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર બન્યો આવો રેકોર્ડ 3 - image

વિદેશની ધરતી પર પહેલી ટેસ્ટ મેચમાં યશસ્વી જૈસ્વાલનું પ્રદર્શન 

• વેસ્ટ ઈન્ડિઝ સામે : 171 રન  

• દક્ષિણ આફ્રિકા સામે: 17 રન અને 5 રન  

• ઑસ્ટ્રેલિયા સામે: 0 રન અને 161 રન  

• ઇંગ્લેન્ડ સામે: 101 રન  

Tags :