For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રોહિતનો સમય લગભગ પુરો ! WI પ્રવાસથી ટીમ ઈન્ડિયાને મળશે નવો ઓપનર, હાર્દિક કરાવશે ડેબ્યૂ

ટીમ ઈન્ડિયામાં એક યુવા ઓપનરને પણ આ પ્રવાસમાં રમતો જોઈ શકાશે.

Updated: Jun 13th, 2023

રોહિતનો સમય લગભગ પુરો ! WI પ્રવાસથી ટીમ ઈન્ડિયાને મળશે નવો ઓપનર, હાર્દિક કરાવશે ડેબ્યૂ
Image Twitter

તા. 13 જૂન 2023, મંગળવાર

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે શરમજનક હાર બાદ ટીમ ઈન્ડિયાને ઘણી તકલીફોમાથી પસાર થવુ પડી રહ્યુ છે. આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ સાથે એક નવી શરુઆત કરવાની કોશિશ કરશે. આ પ્રવાસમાં ટીમને 2 ટેસ્ટ, 3 વન ડે અને 5 ટી20 રમાશે. તો આ પ્રવાસ સાથે ટીમમાં કેટલાક નવા ખેલાડીઓને સામેલ કરવાનું પણ નક્કી જ છે. ટીમ ઈન્ડિયામાં એક યુવા ઓપનરને પણ આ પ્રવાસમાં રમતો જોઈ શકાશે. જે આવનારા સમયમાં રોહિત શર્માનું રિપ્લેસમેન્ટ સાબિત થશે.

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં ડેબ્યુ કરશે આ ખેલાડી

ટી20 વર્લ્ડ કપ 2022ની હાર બાદ કેપ્ટન રોહિત શર્મા T20 ફોર્મેટમાંથી બહાર કરવામાં આવ્યો છે. આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન  હાર્દિક પંડ્યા કરી રહ્યો છે. આ સાથે WTC ફાઇનલમાં હાર્યા બાદ રોહિતના ટેસ્ટ ટીમમાં રાખવા પર અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. અને હવે તેમાં  યશસ્વી જયસ્વાલને આ બંને ફોર્મેટમાં ટીમમાં જગ્યા મળી શકે છે. યશસ્વી જયસ્વાલે માત્ર 21 વર્ષની ઉંમરમાં IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ખૂબ હોબાળો મચાવ્યો છે. અને હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ટી20માં ડેબ્યુ થશે તે લગભગ નક્કી જ માનવામાં આવે છે. આ ઉપરાંત તેને રિઝર્વ ઓપનર તરીકે WTC ફાઇનલની ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો છે. આવામાં જો રોહિત વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર આરામ કરે તો  જયસ્વાલ ટેસ્ટમાં ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. 

આઈપીએલમાં કર્યુ જોરદાર પ્રદર્શન

યશસ્વી જયસ્વાલ માટે IPL 2023 કોઈ સારા સ્વપ્ન જેવુ રહ્યું છે. તેમણે રાજસ્થાન રોયલ માટે સૌથી વધારે 625 રન બનાવી અને તેની લગભગ 48.08 ની રહી હતી. અને જયસ્વાલના તેમા 6 અડધી સદી અને શાનદાર સતક બનાવ્યા હતા. રાજસ્થાનની ટીમ જો પ્લેઓકની રેસમાં  ટકે તો જયસ્વાલ આ સીઝનની ઓરેન્જ કેપ પણ પોતાના નામે કરી શકતા હતા. પરંતુ આ ટીમ છેલ્લા 4 માં પહોચી જ ન શકી. 

ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 2023:

ટેસ્ટ સીરીઝ

તા. 12-16 જુલાઈ: 1લી ટેસ્ટ, વિન્ડસર પાર્ક, ડોમિનિકા

તા. 20-24 જુલાઈ: બીજી ટેસ્ટ, ક્વીન્સ પાર્ક ઓવલ, ત્રિનિદાદ

વન ડે સીરીઝ

તા. 27 જુલાઈ,  પહેલી  ODI, કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસ

તા. 29 જુલાઈ,  બીજી ODI, કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસ

તા. 1 ઓગસ્ટ  ત્રીજી ODI, બ્રાયન લારા ક્રિકેટ એકેડમી, ત્રિનિદાદ

T20સીરીઝ

તા. 3 ઑગસ્ટ : પહેલી T20 ઇન્ટરનેશનલ, બ્રાયન લારા ક્રિકેટ એકેડમી, ત્રિનિદાદ

તા. 6 ઓગસ્ટ:  બીજી T20 ઇન્ટરનેશનલ, નેશનલ સ્ટેડિયમ, ગયાના

તા. 8 ઓગસ્ટ:  ત્રીજી  T20 આંતરરાષ્ટ્રીય, ગયાના નેશનલ સ્ટેડિયમ

તા. 12 ઑગસ્ટ: ચોથી T20 ઇન્ટરનેશનલ, બ્રોવર્ડ કાઉન્ટી સ્ટેડિયમ, લૉડરહિલ, ફ્લોરિડા

તા. 13 ઑગસ્ટ: પાંચમી T20 ઇન્ટરનેશનલ, બ્રોવર્ડ કાઉન્ટી સ્ટેડિયમ, લૉડરહિલ, ફ્લોરિડા


Gujarat