Get The App

IND vs SA: વનડે ક્રિકેટમાં યશસ્વી જયસ્વાલની પ્રથમ સદી, ખાસ રેકોર્ડમાં નામ નોંધાવ્યું

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
Yashasvi Jaiswal

Yashasvi Jaiswal gets maiden ODI ton: આજે વિશાખાપટ્ટનમમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે સીરિઝની ત્રીજી મેચ રમાઈ હતી. મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો જે બાદ સાઉથ આફ્રિકાની ટીમે 270 રન ફટકાર્યા. 271ના લક્ષ્યનો પીછો કરતાં ભારતીય ખેલાડીઓએ સાઉથ આફ્રિકાના બોલર્સને હંફાવ્યા. રોહિત શર્માએ આજે ઈન્ટરનેશનલ કરિયરના 20 હજાર રન પૂર્ણ કર્યા. જ્યારે યશસ્વી જયસ્વાલે સદી ફટકારી. 

યશસ્વી જયસ્વાલની સદી 

આજે ભારતીય યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલે તેના વનડે કરિયરની પ્રથમ સદી ફટકારી. તે ભારતનો છઠ્ઠો એવો ખેલાડી છે જેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી હોય. સદી બાદ ભારતીય ક્રિકેટ ટીમે તાળીના ગડગડાટથી અભિવાદન કર્યું હતું. 23 વર્ષના જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં 7, ટી20માં 1 અને હવે વનડેમાં 1 સદી ફટકારી છે. 



ભારતની સારી બોલિંગ

આજે પ્રસિધ કૃષ્ણા અને કુલદીપ યાદવે દમદાર બોલિંગ કરીને તરખાટ મચાવ્યો. સાઉથ આફ્રિકાએ અર્શદીપ સિંહની ઓવરમાં માત્ર 1 રનના સ્કોર પર જ પહેલી વિકેટ ગુમાવી. ક્વિન્ટન ડિકૉક અને ટેમ્બા બાવુમાએ 112 રનની પાર્ટનરશિપ કરી. બાદમાં રવીન્દ્ર જાડેજાએ બાવુમાને પવેલીયનભેગો કર્યો. ભારતીય બોલર્સે સાઉથ આફ્રિકાની ટીમને 270 રનમાં સમેટી નાંખી. 

રોહિત શર્માએ આજે રેકોર્ડ બનાવ્યો 

રોહિત શર્માએ ત્રણ છગ્ગા, સાત ચોગ્ગા સાથે 73 બોલમાં ધુંઆધાર 75 રન ફટકાર્યા. આજે રોહિત શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 20 હજાર રન પૂર્ણ કર્યા. 20 હજારથી વધુ રન બનાવનારો તે ભારતનો ચોથો ખેલાડી છે. આ લિસ્ટમાં સચિન તેંડુલકર પ્રથમ, વિરાટ કોહલી દ્વિતીય, રાહુલ દ્રવિડ તૃતીય, રોહિત શર્મા ચોથા જ્યારે સૌરવ ગાંગુલી પાંચમા સ્થાને છે.