યશસ્વીએ મેદાન પર એવું કર્યુ કે યુઝર્સ ભડક્યા, કહ્યું- રોહિત શર્મા હોત તો લાફો મારી દીધો હોત!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image Source: Twitter
IND vs ENG: ઈંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટમાંભારતની કારમી હાર બાદ ભારતીય ચાહકો દુઃખી છે. ત્યારે હવે મેચમાં ઓછામાં ઓછી 6 કેચ છોડનાર ખેલાડી યશસ્વી જયસ્વાલનો મેદાન પર ડાન્સ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ચાહકો યશસ્વી પર ભડકી ગયા છે. ઈંગ્લેન્ડના દર્શકોની સામે મસ્તીમાં ડાન્સ કરતા યશસ્વીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બીજી ઈનિંગમાં બેન ડકેટની કેચ છોડ્યા પછી થોડી જ વારમાં ડાન્સ કરવા લાગ્યો. આ જોઈને ચાહકો તેના પર ભડકી ગયા છે. તેણે એક બાદ એક કેચ છોડીને ઈંગ્લેન્ડને મેચ ગિફ્ટ કરી દીધી અને ઉપરથી આ ડાન્સ.
યશસ્વી જયસ્વાલે 6થી વધુ કેચ છોડ્યા
યશસ્વી જયસ્વાલે લીડ્સ ટેસ્ટની બંને ઈનિંગ્સમાં 6થી વધુ કેચ છોડ્યા હતા. હવે મેચ દરમિયાનની તેની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં તે પાંચમા દિવસે બેન ડકેટની કેચ છોડ્યા પછી તરત જ હસતો અને ડાન્સ કરતો દેખાઈ રહ્યો છે. ડકેટ ત્યારે 97 રનના સ્કોર પર હતો અને કેચ છોડ્યા પછી તેણે 149 રનની મેચવિનિંગ ઈનિંગ્સ રમી. તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો. ભારત માટે યશસ્વી જયસ્વાલે પ્રથમ ઈનિંગ્સમાં શાનદાર સદી ફટકારી હતી પરંતુ હવે ચાહકો તેના ડાન્સ પર ખૂબ જ આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
રોહિત શર્મા હોત તો લાફો મારી દીધો હોત
ગિલ્ફાઈડ નામના હેન્ડલે X પર યશસ્વીનો એક વીડિયો ક્લિપ પોસ્ટ કરી અને કેપ્શનમાં લખ્યું કે, 'ટીમ હારી રહી છે... જયસ્વાલ ડાન્સ કરી રહ્યો છે. મને તેના કરતાં વધુ કોઈ એક બેશરમ વ્યક્તિ બતાવો!'
અન્ય એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, 'ભાઈ જયસ્વાલ એક જ મેચમાં 7 કેચ છોડીને ખુશીથી નાચી રહ્યો છે. તેણે એકલા પોતાના દમ પર ઈંગ્લેન્ડને જીતવામાં મદદ કરી. લક્ષ્ય પ્રાપ્ત થયું.'
આ પણ વાંચો: આ તો કોઈને ઊંડા સમુદ્રમાં ધકેલવા જેવું...' પહેલી ટેસ્ટ હારતાં જ ગિલની વહારે ગૌતમ ગંભીર
એક બીજા યુઝરે ગુસ્સામાં X પર લખ્યું કે, 'જો રોહિત શર્મા હજુ પણ કેપ્ટન હોત અને યશસ્વીએ તેની હાજરીમાં આ ડાન્સ કર્યો હોત તો રોહિતે મેદાન પર જ તેને લાફો મારી દીધો હોત.'
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 20 થી 24 જૂન દરમિયાન લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીતને કારણે, યજમાન ઇંગ્લેન્ડ હવે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. શ્રેણીની બીજી મેચ 2 જુલાઈથી એજબેસ્ટન ખાતે રમાશે.









