WTC Final : આ એક ભૂલ ઑસ્ટ્રેલિયાને ભારે પડી, સાઉથ આફ્રિકાની આ જોડીએ જીતાડી ટ્રોફી
WTC Final Turning Point: આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. દક્ષિણ આફ્રિકાની ટીમે 27 વર્ષ પછી આઇસીસીની ટ્રોફી પર કબજો જમાવ્યો છે. ટેમ્બા બાવુમાએ તેની કેપ્ટનશીપમાં આફ્રિકાની ટીમે આ જીત અપાવી ઇતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 282 રનનો લક્ષ્ય આપ્યો હતો. આફ્રિકન ટીમે એડન માર્કરમની શાનદાર સેન્ચૂરીની તથા 5 વિકેટના નુકસાન સાથે મેચના ચોથા દિવસે લક્ષ્ય હાંસલ કર્યો હતો. આ મેચમાં કંગારૂની ટીમને એક ભૂલ ભારે પડી અને સતત બીજી વાર ટ્રોફી જીતવાનું સપનુ તૂટી ગયું.
દક્ષિણ આફ્રિકાએ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. કેપ્ટન ટેમ્બા બાવુમાના નિર્ણયને સાચો સાબિત કરતા કગિસો રબાડાએ પાંચ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની ટીમને પ્રથમ દાવમાં 212 રન પર ઓલઆઉટ કરી દીધી. રબાડાએ 5 વિકેટ અને માર્કો યાનસને 3 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની બેટિંગની કમર તોડી નાખી. દક્ષિણ આફ્રિકાનો પણ પ્રથમ દાવ નબળો રહ્યો અને તેઓ 138 રન પર ઓલઆઉટ થઈ ગયા. બીજા દાવમા રબાડાએ ફરીથી 4 વિકેટ ઝડપી અને ઓસ્ટ્રેલિયાની ટીમ આ વખતે 207 રન પર ઓલઆઉટ થઈ.
એક ભૂલે બાજી પલટી
ઑસ્ટ્રેલિયા સામે 282 રન ચેઝ કરવા મેદાને ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમની 70 રનના સ્કોર પર 2 વિકેટ પડી હતી. ત્યારે કેપ્ટન ટેમ્બા બાવુમાએ પહેલી ઇનિંગમાં 36 રન બનાવી ઇજાગ્રસ્ત થયા પછી પણ તેમણે 66 રન બનાવ્યા. ત્રીજા દિવસે જ્યારે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 76 રન હતો, ત્યારે સ્ટીવ સ્મિથે સ્લિપમાં બાવુમાનો કેચ છોડી દીધો. તે સમયે તેઓ માત્ર 2 રન પર બેટિંગ કરી રહ્યા હતા.
સ્ટીવ સ્મિથે બાવુમાને જીવનદાન આપ્યું અને આખી મેચ જ પલટાઈ ગઈ. એડન માર્કરમ સાથે મળીને દક્ષિણ આફ્રિકાના કેપ્ટને આખા દિવસની રમત કાઢી નાખી. એક તરફ માર્કરમે સદી ફટકારી, તો બીજી તરફ બાવુમાએ અડધી સદી ફટકારી. ત્રીજી વિકેટ માટે બંનેએ મળીને 147 રન જોડ્યા અને મેચને ઓસ્ટ્રેલિયાની પકડથી દૂર લઈ ગયા. જો સ્મિથે આ કેચ પકડી લીધો હોત, તો ત્રીજા દિવસે મેચની સ્થિતિ કંઈક અલગ હોત.