વિશ્વની સૌથી સુંદર મહિલા ટેનિસ ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી, ગ્લેમરને કારણે ચર્ચામાં રહી
![]() |
હોટેસ્ટ મહિલા ટેનિસ પ્લેયર
ટેનિસ કોર્ટની બહાર પણ યુજેની બાઉચાર્ડ તેના આકર્ષક લુકને લઈને ખૂબ ચર્ચામાં રહી છે. વર્ષ 2024માં તેણે IMG મોડેલ્સ સાથે ફેશન ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી એક મોટો કરાર કર્યો હતો. બાઉચાર્ડે હંમેશાં ટેનિસમાં ફેશનને પ્રોત્સાહન આપવાની અપીલ કરી છે. તેનું માનવું છે કે, 'અમે નાના સ્કર્ટ અને ટેન્ક ટૉપ પહેરીએ છીએ. દર્શકોને ટીવી પર પ્લેયરને આવા ડ્રેસમાં જોવું પસંદ છે.'
ઘણી ટીકાઓ સહન કરી છે
યુજેની બાઉચાર્ડ કેટલીક પ્રવૃત્તિઓને કારણે તેને તેની રમત પર ધ્યાન ન આપવા બદલ ઘણી ટીકાઓ પણ સહન કરવી પડી હતી. એટલું જ નહીં, તેણે ઓગસ્ટ 2023માં પ્રતિસ્પર્ધી રમત પિકલબોલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો. જોકે, તેણે WTAના 125 ઇવેન્ટમાં કૉમ્પિટ કરવા માટે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી અને અન્ના સિંકલેર રોજર્સ સામે 7-5, 6-2થી હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદથી તેને લાગ્યું કે હવે તેનું ટેનિસ કરિયર સમાપ્ત થઈ ગયું છે.
સોશિયલ મીડિયા પર કરી રિટાયરમેન્ટની જાહેરાત
આવી સ્થિતિમાં કેનેડિયન ખેલાડી યુજેની બાઉચાર્ડે બુધવારે સાંજે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. બાઉચાર્ડે ઇન્સ્ટા પર ચાર તસવીરો શેર કરી છે, જેમાં બાળપણથી ટેનિસ રમવાથી લઈને 2014ના વિમ્બલડન ફાઇનલમાં પહોંચ્યા બાદ રનર-અપ પ્લેટ પકડીને ઉભા રહેવા સુધીની તસવીરો સામેલ છે. આ પોસ્ટ સાથે તેણે લખ્યું, 'તમે જાણી શકશો કે ક્યારે સમય આવી ગયો છે. મારા માટે હવે આ યાદો છે. જ્યાંથી બધું શરૂ થયું ત્યાંથી અંત થઈ રહ્યું છે.'