World Cup 2023 : આજે બાંગ્લાદેશ-નેધરલેન્ડ્સ વચ્ચે ટક્કર, કોલકાતામાં વર્લ્ડ કપ 2023ની પહેલી મેચ રમાશે
બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સની ટીમે માત્ર એક જ મેચ જીતી છે
World Cup 2023 BAN vs NED : બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ વચ્ચે ODI World Cup 2023ની 29મી મેચ આજે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે. ODI World Cup 2023ની ઈડન ગાર્ડનમાં આ પ્રથમ મેચ છે. આ મેદાન પર ભારત અને સાઉથ આફ્રિકાની મેચ ઉપરાંત બીજી સેમિફાઈનલ મેચ પણ રમાનાર છે. બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સની ટીમે અત્યાર સુધી 5 મેચમાંથી માત્ર એક જ મેચ જીતી છે.
શાકિબે કરી બાળપણના કોચ સાથે ટ્રેનિંગ
બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ તે પછી ટીમે પોતાની લય ગુમાવી દીધી અને તેને છેલ્લી ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ સાઉથ આફ્રિકા સામે પણ બાંગ્લાદેશને હારનો સામનો કરવો પડ્યો હતો. સાઉથ આફ્રિકા સામે મળેલી હાર બાદ શાકિબ ટૂર્નામેન્ટની મધ્યમાં પોતાના બાળપણના કોચ નઝમુલ ફહીમ સાથે ટ્રેનિંગ કરવા બાંગ્લાદેશ પરત ફર્યો હતો. હવે જોવાનું એ રહેશે કે IPLમાં તેના હોમ ગ્રાઉન્ડ પર શાકિબની કિસ્મત બદલાય છે કે નહીં. શાકિબે ODI World Cup 2023ની 4 ઇનિંગ્સમાં માત્ર 56 રન બનાવ્યા છે અને 6 વિકેટ ઝડપી છે.
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન
બાંગ્લાદેશ
શાકિબ અલ હસન (C), તનજીદ હસન, લિટન દાસ, નઝમુલ હુસૈન શાંતો, મેહદી હસન મિરાજ, મુશફિકુર રહીમ (wkt), મહમુદુલ્લાહ, નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, શોરીફુલ ઈસ્લામ, તસ્કીન અહેમદ
નેધરલેન્ડ્સ
સ્કોટ એડવર્ડ્સ (C/wkt), વિક્રમજીત સિંહ, મેક્સ ઓ'ડાઉડ, કોલિન એકરમેન, બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, સાયબ્રાન્ડ એન્ગલબ્રેક્ટ, લોગન વેન બીક, રોલ્ફ વાન ડેર મર્વે, આર્યન દત્ત, પોલ વાન મીકરેન