Get The App

આજથી દક્ષિણ આફ્રિકામાં મહિલા T20 વર્લ્ડ કપનો પ્રારંભ, ભારત-પાકની રવિવારે થશે ટક્કર

વર્લ્ડ કપમાં 17 દિવસમાં 10 ટીમો વચ્ચે કુલ 23 મેચ રમાશે

આ 10 ટીમોને બે ગ્રુપમાં રાખવામાં આવી છે

Updated: Feb 10th, 2023

GS TEAM

Google News
Google News
આજથી દક્ષિણ આફ્રિકામાં મહિલા T20 વર્લ્ડ કપનો પ્રારંભ, ભારત-પાકની રવિવારે થશે ટક્કર 1 - image
Image : Twitter

અમદાવાદ, 10 ફેબ્રુઆરી 2023, શુક્રવાર

આજથી મહિલા T20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. આજે પ્રથમ દિવસે યજમાન દેશ દક્ષિણ આફ્રિકાની ટીમ શ્રીલંકા સાથે ટકરાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 10.30 વાગ્યે રમાશે. ભારતીય ટીમ 12 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.

વર્લ્ડ કપમાં કુલ 10 ટીમને બે ગ્રુપમાં રાખવામાં આવી

આ વર્લ્ડ કપમાં 17 દિવસ સુધી ચાલશે જેમાં કુલ 23 મેચ રમાશે. વર્લ્ડ કપની ફાઈનલ મેચ 26 ફેબ્રુઆરીએ રમાશે. આ વર્લ્ડ કપમાં બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે. બંને ગ્રુપમાં 5-5 ટીમો રાખવામાં આવી છે. વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. ગ્રુપ સ્ટેજમાં દરેક ટીમ પોતાના ગ્રુપની અન્ય ચાર ટીમો સાથે એક-એક મેચ રમશે. બંને ગ્રૂપમાં ટોચની બે ટીમોને સેમિફાઇનલમાં પ્રવેશ મળશે. ભારત આ વર્લ્ડ કપમાં તેની શરુઆત કટ્ટર હરીફ પાકિસ્તાન સામે કરશે. આ મેચ 12 ફેબ્રુઆરીએ રમાશે.

ગ્રુપ-A

ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા

ગ્રુપ-બી

ભારત, ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ

મહિલા T20 વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ

10 ફેબ્રુઆરી : દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શ્રીલંકા (કેપ ટાઉન, રાત્રે 10.30 વાગ્યે)

11 ફેબ્રુઆરી : ઈંગ્લેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ (પાર્લ, સાંજે 6.30 વાગ્યે)

11 ફેબ્રુઆરી : ઓસ્ટ્રેલિયા વિ ન્યુઝીલેન્ડ (પાર્લ, રાત્રે 10.30 વાગ્યે)

12 ફેબ્રુઆરી : ભારત વિ પાકિસ્તાન (કેપ ટાઉન, સાંજે 6.30 વાગ્યે)

12 ફેબ્રુઆરી: બાંગ્લાદેશ વિ શ્રીલંકા (કેપ ટાઉન, રાત્રે 10.30 કલાકે)

13 ફેબ્રુઆરી : આયર્લેન્ડ વિરુદ્ધ ઈંગ્લેન્ડ (પાર્લ, સાંજે 6.30 વાગ્યે)

13 ફેબ્રુઆરી : દક્ષિણ આફ્રિકા વિ ન્યુઝીલેન્ડ (પાર્લ, રાત્રે 10.30 વાગ્યે)

14 ફેબ્રુઆરી : ઓસ્ટ્રેલિયા વિ બાંગ્લાદેશ (ગેકેબેરા, રાત્રે 10.30 વાગ્યે)

15 ફેબ્રુઆરી : ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (કેપ ટાઉન, સાંજે 6.30 કલાકે)

15 ફેબ્રુઆરી : આયર્લેન્ડ વિ પાકિસ્તાન (કેપ ટાઉન, રાત્રે 10.30 વાગ્યે)

16 ફેબ્રુઆરી : ઓસ્ટ્રેલિયા વિ શ્રીલંકા (ગેકેબેરા, સાંજે 6.30 કલાકે)

17 ફેબ્રુઆરી : બાંગ્લાદેશ વિ ન્યુઝીલેન્ડ (કેપ ટાઉન, સાંજે 6.30 વાગ્યે)

17 ફેબ્રુઆરી : આયર્લેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ (કેપ ટાઉન, રાત્રે 10.30 વાગ્યે)

18 ફેબ્રુઆરી : ભારત વિ ઈંગ્લેન્ડ (ગેકેબેરા, સાંજે 6.30 કલાકે)

18 ફેબ્રુઆરી : દક્ષિણ આફ્રિકા વિ ઓસ્ટ્રેલિયા (ગેકેબેરા, રાત્રે 10.30 વાગ્યે)

19 ફેબ્રુઆરી : પાકિસ્તાન વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ (પાર્લ, સાંજે 6.30 વાગ્યે)

19 ફેબ્રુઆરી : ન્યુઝીલેન્ડ વિ શ્રીલંકા (પાર્લ, રાત્રે 10.30)

20 ફેબ્રુઆરી : ભારત વિ આયર્લેન્ડ (ગેકેબેરા, સાંજે 6.30 કલાકે)

21 ફેબ્રુઆરી : ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન (કેપ ટાઉન, સાંજે 6.30 વાગ્યે)

21 ફેબ્રુઆરી : દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બાંગ્લાદેશ (કેપ ટાઉન, રાત્રે 10.30 વાગ્યે)

23 ફેબ્રુઆરી : સેમિ-ફાઇનલ 1 (કેપ ટાઉન, સાંજે 6.30 વાગ્યે)

24 ફેબ્રુઆરી : સેમિ-ફાઇનલ 2 (કેપ ટાઉન, સાંજે 6.30 વાગ્યે)

26 ફેબ્રુઆરી : ફાઇનલ (કેપ ટાઉન, સાંજે 6.30 વાગ્યે)

Tags :