Sports

ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે 2026 T20 વર્લ્ડ કપની પહેલી મેચ, 14 જૂને ભારત-પાકિસ્તાન ટકરાશે, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
Womens T20 World Cup 2026 Schedule: મહિલા T20 વર્લ્ડ કપ 2026નું આયોજન ઇંગ્લેન્ડમાં થવાનું છે. ત્યારે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે , જે પ્રમાણે ટૂર્નામેન્ટની પહેલી મેચ ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે. ટુર્નામેન્ટ 12 જૂનથી શરૂ થશે, જ્યારે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ 5 જુલાઈએ લોર્ડ્સ ખાતે રમાશે. જણાવી દઈએ કે વર્લ્ડ કપમાં કુલ 12 ટીમો ભાગ લેશે, જેને 6-6 ટીમોના બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ સમાચાર એ છે કે ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે 2026 T20 વર્લ્ડ કપની પહેલી મેચ, 14 જૂને ભારત-પાકિસ્તાન ટકરાશે, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

Womens T20 World Cup 2026 Schedule: મહિલા T20 વર્લ્ડ કપ 2026નું આયોજન ઇંગ્લેન્ડમાં થવાનું છે. ત્યારે  ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે , જે પ્રમાણે ટૂર્નામેન્ટની પહેલી મેચ ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે. ટુર્નામેન્ટ 12 જૂનથી શરૂ થશે, જ્યારે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ 5 જુલાઈએ લોર્ડ્સ ખાતે રમાશે. જણાવી દઈએ કે, વર્લ્ડ કપમાં કુલ 12 ટીમો ભાગ લેશે, જેને 6-6 ટીમોના બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ સમાચાર એ છે કે ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. 

ભારત-પાકિસ્તાન મેચ ક્યારે રમાશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે મહિલા T20 વર્લ્ડ કપ 2026ની મહત્વપૂર્ણ મેચ 14 જૂને એજબેસ્ટન ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. તમને જણાવી દઈએ કે, આ ટુર્નામેન્ટમાં કુલ 12 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન બે વાર ટકરાઈ શકે છે. ગ્રુપ સ્ટેજ ઉપરાંત, બંને ટીમો સેમીફાઈનલ અથવા ફાઈનલમાં પણ ટકરાઈ શકે છે.

વર્લ્ડકપ માટે ભારતનું શેડ્યૂલ 

2026 મહિલા ટી20 વર્લ્ડ કપમાં ભારતની પહેલી મેચ 14 જૂનના રોજ પાકિસ્તાન સામે રમાશે. 17 જૂનના રોજ તેને ગ્રૂપ-એમાં ક્વોલિફાય કરનાર ટીમ સામે રમવું પડશે, જ્યારે 21 જૂનના રોજ તેનો મેચ દક્ષિણ આફ્રિકા સામે હશે અને 25 જૂનના રોજ બીજી ક્વોલિફાયર ટીમ સામે રમાશે. ટીમ ઇન્ડિયાનો છેલ્લો ગ્રૂપ મેચ 28 જૂનના રોજ ઑસ્ટ્રેલિયા સામે રમાશે.

વર્લ્ડકપ માટે ભારતનું શેડ્યૂલ 

2026 મહિલા ટી20 વર્લ્ડ કપમાં ભારતની પહેલી મેચ 14 જૂનના રોજ પાકિસ્તાન સામે રમાશે. 17 જૂનના રોજ ભારતની મેચ  ગ્રૂપ-એમાં ક્વોલિફાય કરનારી ટીમ સાથે  રમાશે , જ્યારે 21 જૂનના રોજ ભારતની મેચ દક્ષિણ આફ્રિકા સામે રમાશે અને 25 જૂનના ભારતની મેચ  બીજી ક્વોલિફાયર ટીમ સામે રમાશે. ટીમ ઇન્ડિયાની છેલ્લી ગ્રૂપ મેચ 28 જૂનના રોજ ઑસ્ટ્રેલિયા સામે રમાશે.