Sports

ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે ક્રિકેટ મેચ... ICCએ જાહેર કર્યો મહિલા વર્લ્ડકપ-2025નો કાર્યક્રમ, જુઓ શેડ્યૂલ

By GS TEAM
16 Jun 20252 mins read
TukuTouch Logo
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડે (ICC) મહિલા વન-ડે વર્લ્ડકપ-2025નો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ ટુર્નામેન્ટ દરમિયાન બે સેમિફાઈનલ અને એક ફાઈનલ સહિત કુલ 31 મેચો રમાવાની છે, જેમાં ભારત-પાકિસ્તાન સહિત કુલ 8 ટીમો ભાગ લેશે. શેડ્યૂલ મુજબ 30 સપ્ટેમ્બર-2025થી વર્લ્ડકપનો પ્રારંભ થશે અને 02 નવેમ્બર-2025ના રોજ ફાઈનલ મેચ રમાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે ક્રિકેટ મેચ... ICCએ જાહેર કર્યો મહિલા વર્લ્ડકપ-2025નો કાર્યક્રમ, જુઓ શેડ્યૂલ

Women's World Cup 2025 Schedule : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડે (ICC) મહિલા વન-ડે વર્લ્ડકપ-2025નો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ ટુર્નામેન્ટ દરમિયાન બે સેમિફાઈનલ અને એક ફાઈનલ સહિત કુલ 31 મેચો રમાવાની છે, જેમાં ભારત-પાકિસ્તાન સહિત કુલ 8 ટીમો ભાગ લેશે. શેડ્યૂલ મુજબ 30 સપ્ટેમ્બર-2025થી વર્લ્ડકપનો પ્રારંભ થશે અને 02 નવેમ્બર-2025ના રોજ ફાઈનલ મેચ રમાશે.

ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ

આઈસીસીની શેડ્યૂલ મુજબ મહિલા વર્લ્ડકપ-2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે પાંચમી ઓક્ટોબર-2025ના રોજ મેચ રમાશે. બંને ટીમો વચ્ચે શ્રીલંકાના કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચનો સમય બપોરે 3.00 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતીય મહિલા ટીમ પાકિસ્તાન ઉપરાંત, શ્રીલંકા, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે પણ મેચ રમશે.


રાઉન્ડ રોબિન ફોર્મેટના આધારે રમાશે મેચો

ટુર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટના આધારે રમાશે, જેમાં તમામ ટીમો એકબીજા સામે એકવખત મુકાબલો કરશે. પછી પોઈન્ટ ટેબલના આધારે લીગ રાઉન્ડની ટૉપ-ચાર ટીમો સેમીફાઈનલમાં પહોંચશે. ત્યારબાદ પોઈન્ટ ટેબલના આધારે ટોપર ટીમો ચોથા સ્થાને રહેલી ટીમ સામે મેચ રમશે. પછી બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો વચ્ચે મુકાબલો થશે.

તમામ ટીમો રમશે વોર્મ અપ મેચ

મહિલા વન-ડે વર્લ્ડકપ-2025ની મેચો શરૂ થાય તે પહેલા તમામ ટીમો બે-બે વોર્મ અપ મેચ રમશે, જેની શરૂઆત 24 સપ્ટેમ્બરથી થશે. પ્રથમ વોર્મ અપ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 24 સપ્ટેમ્બરે બેંગલુરુમાં રમાશે. ત્યારબાદ ભારત તેની બીજી વોર્મ મેચ 27 સપ્ટેમ્બરે સાઉથ આફ્રિકા સામે રમશે.