Ind vs Pak : શું ફરી બૉયકોટનું નાટક કરશે પાકિસ્તાની ટીમ? રેફરીનું નામ ચોંકી જશે PCB
Will Pakistan Boycott Again vs India? : એશિયા કપમાં સૂર્ય કુમાર યાદવના નેતૃત્વમાં ભારતની ક્રિકેટ ટીમ સુપર-4 તબક્કામાં પહોંચી ગઈ છે. એવામાં આગામી 21મી સપ્ટેમ્બરે ફરી ભારત અને પાકિસ્તાનની મેચ થવાની છે. એશિયા કપમાં જ અગાઉ થયેલી ભારત-પાકિસ્તાન મેચનો સોશિયલ મીડિયામાં ભારે વિરોધ થયો હતો. આટલું જ નહીં મેચ બાદ પણ ઘણા વિવાદો થયા. ભારતીય ટીમ હાથ ન મિલાવતાં પાકિસ્તાનની ટીમે ધમપછાડા કર્યા, ICCને ફરિયાદો કરી હતી. જોકે હવે પાકિસ્તાનની ટીમ ફરી બૉયકોટનું નાટક કરશે કે કેમ તેને લઈને સવાલ ઊભો થયો છે.
મીડિયા અહેવાલો અનુસાર 21મી સપ્ટેમ્બરની ભારત-પાકિસ્તાન મેચમાં ફરી એન્ડી પાયક્રોફ્ટને જ મેચ રેફરી બનાવવામાં આવશે. ભારત-પાકિસ્તાનની પાછલી મેચમાં પણ પાયક્રોફ્ટ જ રેફરી હતા. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે ICCમાં પાયક્રોફ્ટની ફરિયાદ કરી હતી. પાકિસ્તાને રેફરી આરોપ લગાવ્યો હતો કે તેમણે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાને ભારતના કેપ્ટન સાથે હાથ ન મિલાવવા નિર્દેશ આપ્યા હતા.
આટલું જ નહીં પાકિસ્તાન અને યુએઈની મેચમાં પણ પાયક્રોફ્ટને જ મેચ રેફરી બનાવાતા પાકિસ્તાની ક્રિકેટ જીદે ચઢ્યું હતું. પાકિસ્તાને રેફરીને પદથી હટાવવાની જીદ સાથે એશિયા કપનો બૉયકોટ કરવાની પણ ધમકી આપી હતી. જોકે બાદમાં મેચ રમવા પણ રાજી થઈ ગયા હતા.
હવે જોવાનું એ રહે છે કે જો પાયક્રોફ્ટને જ ફરી રેફરી બનાવવામાં આવે તો પાકિસ્તાન શું કરશે?