Sports

IPL-2027માં MS ધોની રમશે કે નહીં? ચેન્નઈ સુપર કિંગ્સે આપ્યો જવાબ

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે! ધોની IPL 2027માં રમશે કે કેમ તે અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે, CSKના CEO કાશી વિશ્વનાથને ચેન્નાઈમાં જણાવ્યું કે ધોનીમાં હજુ ક્રિકેટ બાકી છે. તેઓ વધુ એક સિઝન રમવાનો પ્રયાસ કરશે. જોકે, અંતિમ નિર્ણય ધોની પર છોડાયો છે. 45 વર્ષીય ધોની 2026માં ફિટ ન હોવા છતાં ટીમ સાથે રહ્યા હતા. રૈનાએ પણ ધોનીને વાપસીની વિનંતી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPL-2027માં MS ધોની રમશે કે નહીં? ચેન્નઈ સુપર કિંગ્સે આપ્યો જવાબ

IPL-2027 : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને વર્ષો વીતી ગયા હોવા છતાં મહેન્દ્ર સિંહ ધોનીનો ક્રેઝ અકબંધ છે. હવે દુનિયાભરના ક્રિકેટ રસિકો એ જાણવા આતુર છે કે ધોની IPL 2027માં રમતા જોવા મળશે કે નહીં. આ અસમંજસ વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના સીઈઓ કાશી વિશ્વનાથને એક મહત્વનું નિવેદન આપીને ચાહકોમાં નવી આશા જગાવી છે.

ધોનીમાં હજુ ક્રિકેટ બાકી છે: CSKના CEO

ચેન્નાઈમાં મીડિયા સાથે વાતચીત કરતાં કાશી વિશ્વનાથને જણાવ્યું કે, ‘ધોનીમાં હજુ ક્રિકેટ બાકી છે અને તેઓ વધુ એક આખરી સિઝન રમવાનો પૂરો પ્રયાસ કરશે. જોકે, IPL-2027માં રમવું કે નહીં તેનો અંતિમ નિર્ણય ફ્રેન્ચાઈઝીએ સંપૂર્ણપણે ધોની પર જ છોડી દીધો છે. જ્યારે ધોની ચેન્નાઈ આવશે ત્યારે પોતાના નિર્ણય અંગે જણાવશે, પરંતુ તેઓ CSK માટે રમતા રહે તેવી પૂરી શક્યતા છે.’

IPL 2026માં ફિટનેસના કારણે ધોની બહાર

45 વર્ષીય એમએસ ધોની IPL-2026ની આખી સિઝનમાં ટીમ સાથે જોડાયેલા રહ્યો હતો, પરંતુ સંપૂર્ણ ફિટ ન હોવાને કારણે તે પ્લેઇંગ 11માં સામેલ થઈ શક્યો નહોતો. તે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે પણ મેદાનમાં ઉતર્યો નહોતો. વધતી ઉંમરના લીધે દરેક સિઝન પહેલાં તેના ભવિષ્ય અંગે ચર્ચાઓ શરૂ થાય છે.

સુરેશ રૈનાએ પણ કરી હતી વાપસીની વિનંતી

ચેપોક સ્ટેડિયમમાં CSKના લેપ ઓફ ઓનર દરમિયાન ધોનીની ઉપસ્થિતિ બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર અને તેમના જૂના સાથી સુરેશ રૈનાએ પણ પ્રતિક્રિયા આપી હતી. રૈનાએ માહી ભાઈને IPL 2027 માટે મેદાનમાં વાપસી કરવાની ખાસ અપીલ કરી છે.