Get The App

ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ સ્પિનર 'અભિનેત્રી' જોડે કરશે લગ્ન? પર્સનલ લાઈફ અંગે કર્યો ખુલાસો

Updated: Jul 8th, 2024

GS TEAM


Google News
Google News
Kuldeep yadav

Image: Facebook


T20 World Cup Match Fever: ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી સ્વદેશ પરત ભરેલી ટીમ ઈન્ડિયાનું ચાહકોએ દિલ્હી અને મુંબઈમાં મોટાપાયે આદર-સત્કારની સાથે સ્વાગત કર્યું હતું. દિલ્હીમાં ટીમે વડાપ્રધાનની મુલાકાત કર્યા બાદ મુંબઈના વાનખેડે સ્ટેડિયમાં વિક્ટરી પરેડ સાથે પહોંચી હતી. હવે તમામ ખેલાડીઓ પોતાના ઘરે અને શહેર પરત ફર્યા છે અને ત્યાં પણ તેમનું સ્વાગત થઈ રહ્યું છે.

આ દરમિયાન ચાઈનામેન બોલર કુલદીપ યાદવ પોતાના શહેર કાનપુર પહોંચ્યાં તો તેનું સ્વાગત ઢોલ-નગારા અને આતશબાજી સાથે કરવામાં આવ્યું હતું. ઘરે પહોંચતાં જ કુલદીપે પોતાની પર્સનલ લાઈફનો મોટો ખુલાસો કર્યો છે. તેને પૂછવામાં આવ્યું કે, તે લગ્ન ક્યારે કરી રહ્યો છે, તો તેના જવાબમાં કહ્યું કે, ‘હું ટૂંક સમયમાં જ શુભ સમાચાર આપીશ, પરંતુ તે કોઈ અભિનેત્રી નહીં હોય. હું એવી વ્યક્તિ સાથે લગ્ન કરવા માગુ છું કે, જે મારૂ અને મારા પરિવારનું ધ્યાન રાખી શકે.’ 

રાહુલ દ્રવિડ ભારત રત્નથી સન્માનિત થવાને હકદાર, T20 વર્લ્ડ કપ જીત્યા પછી દિગ્ગજ ક્રિકેટરની માગ

વર્લડકપ જીત્યા બાદ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત દરમિયાન યાદવે કહ્યું હતું કે, અમે ખૂબ ખુશ છીએ. અમે લાંબા સમયથી આ પળની રાહ જોઈ રહ્યા હતા. પોતાના લોકોને જોઈને ખૂબ ખુશી થાય છે. વર્લ્ડ કપ જીતવો એ સમગ્ર ભારતનું ગૌરવ છે. વડાપ્રધાન મોદીને મળીને ખૂબ આનંદ થયો. 

29 જૂને દક્ષિણ આફ્રિકા સાથેની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ 7 રનથી માત આપી ટી20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામ કર્યો હતો. ટીમ ઈન્ડિયા 11 વર્ષથી આઈસીસી ટ્રોફી હાંસલ કરવા માટે પ્રયાસ કરી રહી હતી. કુલદીપ યાદવે પણ આ વર્લ્ડ કપમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. લીગ સ્ટેજમાં પ્લેઈંગ 11માં રમવાની તક મળ્યા બાદ તેમણે ટુર્નામેન્ટમાં 10 વિકેટ ઝડપી હતી. સુપર-8 અને સેમિ ફાઈનલમાં પણ તેમની ભૂમિકા મુખ્ય રહી હતી.


ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ સ્પિનર 'અભિનેત્રી' જોડે કરશે લગ્ન? પર્સનલ લાઈફ અંગે કર્યો ખુલાસો 2 - image

Tags :