Get The App

શું હવે બેન સ્ટોક્સ ક્યારેય IPL નહીં રમી શકશે? BCCIનો નવો નિયમ બનશે તેની કારકિર્દીના અંતનું કારણ

Updated: Nov 7th, 2024

GS TEAM

Google News
Google News
શું હવે બેન સ્ટોક્સ ક્યારેય IPL નહીં રમી શકશે? BCCIનો નવો નિયમ બનશે તેની કારકિર્દીના અંતનું કારણ 1 - image


Image: Facebook

IPL 2025 Mega Auction: આઈપીએલ 2025 મેગા ઓક્શન માટે વિશ્વના કુલ 1,574 ખેલાડીઓએ પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું છે. જેમાં જેમ્સ એન્ડરસનનું નામ પણ સામેલ છે, જેણે લગભગ 10 વર્ષથી ટી20 ક્રિકેટ રમી નથી પરંતુ આ યાદીમાં બેન સ્ટોક્સનું નામ નથી, જેને આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK), રાજસ્થાન રોયલ્સ (RR) અને રાઈઝિંગ પૂણે સુપર જાયન્ટ્સ માટે રમવાનો અનુભવ છે. હવે મેગા ઓક્શન માટે નામ ન આપવાની ભૂલની ચૂકવણી બેન સ્ટોક્સને એ રીતે ચૂકવવી પડી શકે છે કે તે વર્ષ 2027 સુધી આઈપીએલમાં રમી શકશે નહીં. 

BCCIનો નવો નિયમ શું કહે છે?

બીસીસીઆઈએ એક નવો નિયમ જારી કર્યો છે, જેને મેગા ઓક્શન પહેલા જ લાગુ કરી દેવાયો. જે હેઠળ વિદેશી ખેલાડીને મેગા ઓક્શન માટે રજિસ્ટર કરવું જ પડશે. પરંતુ તે પ્લેયર પોતાનું નામ દાખલ ન કરે તો તે આગામી વર્ષે થનારા મિની-ઓક્શનમાં ભાગ લઈ શકશે નહીં. આનો અર્થ બેન સ્ટોક્સ આઈપીએલ 2025 મેગા ઓક્શન તો મિસ કરશે જ અને IPL 2026 માટે થનારા મિની-ઓક્શનમાં પણ પોતાનું નામ દાખલ કરી શકશે નહીં. 

નવા નિયમમાં એક પાસું આ પણ સામેલ કરવામાં આવ્યું છે કે જો કોઈ ખેલાડીને ઓક્શનમાં ખરીદી લેવામાં આવે છે પરંતુ સિઝન શરૂ થયા પહેલા કોઈ કારણવશ બહાર થઈ જાય છે. દરમિયાન તે પ્લેયર પર બે વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવશે. 

આ પણ વાંચો: સર વિવિયન રિચર્ડ્સનો રેકોર્ડ તૂટ્યો, વિન્ડિઝના વન-ડે ઇતિહાસમાં પહેલીવાર થયું આવું, ઈંગ્લેન્ડ શ્રેણી હાર્યું

બેન સ્ટોક્સ ક્યારે રમી શકશે?

મેગા ઓક્શનમાં નામ ન આપવાના કારણે બેન સ્ટોક્સ ઈન્ડિયન પ્રીમિયર લીગના 2025 અને 2026 એડિશનનો ભાગ બની શકશે નહીં. આઈપીએલ 2027માં પણ તેનું રમવું ત્યારે શક્ય થશે જ્યારે કોઈ ટીમ તેને 2027ના ઓક્શનમાં ખરીદશે. સ્ટોક્સના આઈપીએલ કરિયર પર નજર નાખીએ તો તેણે અત્યાર સુધી 43 મેચમાં 920 રન બનાવ્યા સિવાય 28 વિકેટ પણ લીધી છે.

Tags :