IPL 2025ની બાકી મેચો માટે પાછા ભારત આવશે ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ? બોર્ડે કહ્યું- નિર્ણય લેવા સ્વતંત્ર
IPL 2025: ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવના કારણે બંધ કરાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 17મી મેથી ફરી શરૂ થઈ રહી છે. પહેલી મેચ બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રમાશે. ત્યારે મોટો સવાલ એ હતો કે શું ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ બાકીની મેચો માટે ભારત પાછા ફરશે? કારણ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ 11મી જૂનથી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી છે. હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.
પંજાબ કિંગ્સ પાસે હાલમાં સૌથી વધુ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે,'ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ખેલાડીઓના વ્યક્તિગત નિર્ણયમાં સમર્થન આપશે કે તેઓ ભારત પાછા ફરવા માંગે છે કે નહીં.' પંજાબ કિંગ્સ પાસે હાલમાં સૌથી વધુ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ છે. પંજાબની સાથે, દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનું પ્રદર્શન આ સિઝનમાં શાનદાર રહ્યું છે. તેમનું પરત આવવું કે પરત ન આવવું ટીમની જીત કે હાર પર અસર કરી શકે છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, 'ટીમ મેનેજમેન્ટ બાકીના IPL મેચોમાં રમવાનું પસંદ કરનારા ખેલાડીઓ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની તૈયારી પર કામ કરશે. અમે સુરક્ષા વ્યવસ્થા અને સલામતી અંગે ઓસ્ટ્રેલિયન સરકાર અને BCCI સાથે સંપર્કમાં છીએ.'
પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે મિશેલ સ્ટાર્ક, જેક ફ્રેઝર-મેકગર્ક (ડીસી), સ્પેન્સર જોનસન (કેકેઆર), મિશેલ માર્શ (એલએસજી), જોશ હેઝલવુડ, ટિમ ડેવિડ (આરસીબી), માર્કસ સ્ટોઈનિસ, મિચ ઓવેન, જોશ ઇંગ્લિસ, એરોન હાર્ડી, ઝેવિયર બાર્ટલેટ (પીબીકેએસ)નો સમાવેશ થાય છે.