Get The App

ટીમ ઈન્ડિયાની તમામ મેચ દુબઈમાં યોજવા અંગે ટીકાકારોને વસીમ જાફરનો સજ્જડ જવાબ

Updated: Feb 28th, 2025

GS TEAM


Google News
Google News
ટીમ ઈન્ડિયાની તમામ મેચ દુબઈમાં યોજવા અંગે ટીકાકારોને વસીમ જાફરનો સજ્જડ જવાબ 1 - image


Image: Facebook

Wasim Jaffers Reply to Critics: ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્માની અધ્યક્ષતાવાળી ટીમ ઈન્ડિયાના એક જ વેન્યૂ પર તમામ મેચ રમવાને લઈને દરેકને અણગમો થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સથી લઈને અન્ય ટીમના ઘણા ખેલાડી અને પૂર્વ ક્રિકેટર આ મુદ્દો ઉઠાવી ચૂક્યા છે. હવે આ તમામને આકરો જવાબ ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન વસીમ જાફરે આપ્યો છે.

જાફરનું કહેવું છે કે 'આઈસીસીએ ટીમ ઈન્ડિયાની મેચ દુબઈ સિવાય શારજાહ અને અબુ ધાબીમાં રાખવી જોઈએ જેથી ખેલાડી અલગ-અલગ હોટલમાં ચેકઈન કરી શકે. જો આવું થયું તો બાકી ખેલાડી અને પૂર્વ ક્રિકેટરોને તેનાથી મુશ્કેલી પડત નહીં. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેજબાની પાકિસ્તાનને મળી હતી જો રાજકીય મુદ્દાના કારણે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન જવાથી ઈનકાર કરી દીધો. જે કારણે આ ટુર્નામેન્ટ હાઈબ્રિડ મોડલના આધારે રમાઈ રહી છે. આ લોકોને ખુશ કરવા માટે આઈસીસીએ ભારતની એક મેચ શારજાહમાં અને એક અબુ ધાબીમાં રાખવી જોઈતી હતી અને કદાચ તેમને બીજી હોટલમાં ચેક ઈન કરવાની પરવાનગી આપવી જોઈતી હતી. તો આ મુદ્દો ઉઠત નહીં. જો ભારત જવા ઈચ્છતું નથી તો પાકિસ્તાન અને દરેક દેશની પાસે આ વિકલ્પ છે.'

આ પણ વાંચો: સેમિફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયા માટે ગૂડ ન્યૂઝ, બુમરાહની વાપસીના સંકેત, NCAમાં બોલિંગ શરૂ કરી

'ભારત સ્વાભાવિક રીતે રાજકીય કારણો કે સરકારની ભાગીદારીના કારણે ત્યાં જવા માગતું નથી. તો પછી આપણી પાસે શું વિકલ્પ છે? અમે ઈચ્છીએ છીએ કે ભારત અને પાકિસ્તાન આ ટુર્નામેન્ટમાં રમે. ભારત વિના કોઈ ટુર્નામેન્ટ થવાની નથી. તેથી આ તમામ વાતોને શાંત કરવા માટે ભારતને અબુ ધાબી, શારજાહમાં રમવી જોઈતી હતી અને આ વાતચીતને રોકવા માટે અહીં અને ત્યાં કોઈ અન્ય હોટલમાં ચેક ઈન કરવું જોઈતું હતું. વસીમ જાફરે આ દરમિયાન વર્લ્ડ કપ 2023ની યાદ અપાવી જ્યારે 35 દિવસોની અંદર ટીમ ઈન્ડિયાએ લગભગ 13 હજાર કિલોમીટરની સફર નક્કી કરીને 9 અલગ-અલગ વેન્યૂ પર મેચ રમી હતી ત્યારે કોઈએ આ મુદ્દાને ઉઠાવ્યો નહોતો.'

પૂર્વ ભારતીય ક્રિકેટરે કહ્યું, 'જો તમે 2023 વર્લ્ડ કપની વાત કરો તો ભારતે તમામ 9 મેચ અલગ-અલગ વેન્યૂ પર રમવાની હતી. ભારતે ક્યારેય પણ સતત બે મેચ રમી નથી જ્યારે અન્ય તમામ ટીમોએ રમી અને અમે ક્યારેય આ વિશે વાત કરી નથી. મને લાગે છે કે પાકિસ્તાને હૈદરાબાદમાં અમુક મેચ રમી. બાંગ્લાદેશે કોલકાતામાં રમી. ઘણી અન્ય ટીમોએ પણ સતત મેચ રમી પરંતુ ભારતે ક્યારેય રમી નથી પરંતુ અમે ક્યારેય આ વિશે વાત કરી નથી. આખરે તમારે ટુર્નામેન્ટ જીતવા અને ટ્રોફી ઉઠાવવા માટે સારી ક્રિકેટ રમવી પડશે.'

Tags :