વિરાટે સચિનને પાછળ છોડી બનાવ્યો આ રેકોર્ડ, આમ કરનાર કોહલી બન્યો બીજો ભારતીય ક્રિકેટર

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી વનડે દરમિયાન વિરાટે આ રેકોર્ડ બનાવ્યો હતો

Updated: Jan 25th, 2023

Image : Sachin Tendulkar Twitter

અમદાવાદ, 25 જાન્યુઆરી 2023, બુધવાર

ભારતે ગઈકાલે ન્યુઝીલેન્ડને ક્લીન સ્વીપ આપી સીરીઝ પોતાના નામે કરી હતી. આ સાથે ટીમ ઈંન્ડિયા ICCની વનડે રેન્કિંગમાં નંબર 1 ટીમ બની ગઈ છે. આ મેચ દરમિયાન એક એવો રેકોર્ડ તુટ્યો હતો જે પહેલા ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરના નામે હતો. આ રેકોર્ડ તોડનાર બીજું કોઈ નહિ પણ ટીમ ઇંન્ડિયાનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારતે ન્યુઝીલેન્ડને ક્લીન સ્વીપ આપી સીરીઝ પર કબ્જો કર્યો હતો અને આ સાથે જ ભારત ICCની નંબર 1 વનડે ટીમ બની ગઈ છે. ઇન્દોરના હોલકર સ્ટેડીયમમાં રમાયેલ ત્ર્રીજી વનડેમાં ભારતે ન્યુઝીલેન્ડને 90 રનોથી પરાજય આપ્યો હતો. આ મેચમાં બેટ્સમેન અને બોલરોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તો બીજી તરફ ભારતીય ફિલ્ડરોએ પણ જબરદસ્ત કેચ પકડી ટીમની જીતમાં પોતાનું યોગદાન આપ્યું હતું. ત્રીજી વનડેમાં વિરાટ કોહલીએ બે કેચ પકડ્યા હતા અને આ સાથે જ તે સચિનના એક મોટા રેકોર્ડને તોડી તેનાથી આગળ નીકળી ગયો હતો.

વિરાટે તોડ્યો સચિનનો રેકોર્ડ

ગઈકાલે રમાયેલ ત્રીજી વનડેમાં વિરાટ સદી ના ફટકારી શક્યો પણ તેણે એક એવો કારનામો કરી બતાવ્યો જેના કારણે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે બનાવેલો રેકોર્ડ તૂટી ગયો હતો. આ મેચમાં વિરાટે બે કેચ પકડ્યા હતા અને આ સાથે તે સૌથી વધુ કેચ પકડનાર ભારતીયમાં વિરાટે સચિનને પાછળ છોડી દીધો હતો. હવે વિરાટ કરતા ભારતના ભુતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન 156 કેચ સાથે આગળ છે. સચિન તેંડુલકરે 430 મેચોમાં 140 કેચ પકડીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.   વિરાટ કોહલીએ 271 મેચોમાં 141 કેચ પકડી ભારત તરફથી સૌથી વધુ કેચ પકડનાર બીજા નંબરનો ખેલાડી બની ગયો છે. આ લીસ્ટમાં પહેલા સ્થાને શ્રીલંકાના બેટ્સમેન મહેલા જયવર્ધનેનું નામ છે જેણે 448 મેચોમાં 218 કેચ પકડ્યા છે. બીજા નંબરે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનું નામ છે જેમણે 375 મેચોમાં 160 કેચ પકડ્યા છે.

સૌથી વધારે વનડેમાં કેચ પકડનાર ફિલ્ડર્સ 

1.મહેલા જયવર્ધને-218 કેચ 

2.રિકી પોન્ટિંગ-160 કેચ 

3.મોહમ્મદ અઝહરુદ્દીન-156 કેચ 

4.રોસ ટેલર-142 કેચ

5.વિરાટ કોહલી-141 કેચ 

6.સચિન તેંડુલકર- 140 કેચ 

    Sports

    RECENT NEWS