'તમે ત્યારે જ નિષ્ફળ થાઓ છો જ્યારે..' કોહલીની એક પોસ્ટ બાદ ઈન્ટરનેટ પર અટકળોનું બજાર ગરમ

Virat Kohli Viral Post: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચની ODI સીરિઝ પહેલા વિરાટ કોહલીએ X પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી હતી. સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર ભાગ્યે જ પર્સનલ મેસેજ શેર કરનારા કોહલીએ તેના ચાહકો માટે એક પોસ્ટ શેર કરતાં જ સોશિયલ મીડિયા પર તેનુ જુદી-જુદી રીતે અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. કોહલીએ પોસ્ટ કરી હતી કે, 'તમે ખરેખર ત્યારે જ નિષ્ફળ જાઓ છો જ્યારે તમે હાર સ્વીકારી લો છો.' આ પોસ્ટ ઝડપથી વાઈરલ થઈ રહી છે. કેટલાકે ટિપ્પણી કરી કે તે નિવૃત્તિની તૈયારી કરી રહ્યો છે, જ્યારે અન્ય લોકોએ લખ્યું કે કોહલી 2027 વર્લ્ડ કપ માટે સંપૂર્ણપણે તૈયાર છે.
નોંધનીય છે કે વિરાટ કોહલી 15 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો હતો, જ્યાં ભારતીય ટીમ 19 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ODI સીરિઝની પહેલી મેચ રમશે. કોહલીની વાત કરીએ તો, તેણે ગયા વર્ષે આ ફોર્મેટમાં વર્લ્ડ કપ જીત્યા પછી T20 આંતરરાષ્ટ્રીય મેચમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે બાર્બાડોસમાં વર્લ્ડ કપ જીત્યા પછી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
કોહલી ઓસ્ટ્રેલિયા ODIમાં રમતો દેખાશે
કિંગ કોહલીએ આ વર્ષે 10 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો. જો કે, તે ODI ફોર્મેટ માટે પ્રતિબદ્ધ છે. કોહલી આ વર્ષે ફક્ત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા તરફથી રમ્યો હતો. હવે, કોહલી 19 ઓક્ટોબરથી શરૂ થતી ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI સીરિઝમાં રમશે, જેમાં રોહિત શર્મા પણ ટીમમાં છે. કોહલી અને રોહિત નવા ODI કેપ્ટન શુભમન ગિલની આગેવાનીમાં આ સીરિઝ રમશે.
ઓસ્ટ્રેલિયા માટે ભારતની 15 સભ્યોની ODI ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (ઉપ-કેપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રખ્યાત કૃષ્ણ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અને યશસ્વી જયસ્વાલ.
ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ODI શિડ્યૂલ
19 ઓક્ટોબર - પ્રથમ ODI, પર્થ
23 ઓક્ટોબર - બીજી ODI, એડિલેડ
25 ઓક્ટોબર - ત્રીજી ODI, સિડની