Sports

વિજય હઝારે ટ્રોફી: વિકેટ લેનારા ગુજરાતના સ્પિનરને કોહલીએ આપી ખાસ ગિફ્ટ

By GS TEAM
27 Dec 20252 mins read
TukuTouch Logo
વિજય હઝારે ટ્રોફી 2025-26માં દિલ્હી અને ગુજરાત વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં મેદાન પર રમતની સાથે ખેલદિલીના પણ અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારતીય બેટર વિરાટ કોહલીએ પોતાની વિકેટ લેનાર ગુજરાતના યુવા લેફ્ટ આર્મ સ્પિનર વિશાલ જયસ્વાલને મેચ બાદ એક એવી ભેટ આપી જે તેના માટે આજીવન સંભારણું બની રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિજય હઝારે ટ્રોફી: વિકેટ લેનારા ગુજરાતના સ્પિનરને કોહલીએ આપી ખાસ ગિફ્ટ

Vijay Hazare Trophy: વિજય હઝારે ટ્રોફી 2025-26માં દિલ્હી અને ગુજરાત વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં મેદાન પર રમતની સાથે ખેલદિલીના પણ અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારતીય બેટર વિરાટ કોહલીએ પોતાની વિકેટ લેનાર ગુજરાતના યુવા લેફ્ટ આર્મ સ્પિનર વિશાલ જયસ્વાલને મેચ બાદ એક એવી ભેટ આપી જે તેના માટે આજીવન સંભારણું બની રહેશે.

વિશાલ જયસ્વાલની શાનદાર બોલિંગ 

મેચમાં વિરાટ કોહલી આક્રમક મૂડમાં જણાતા હતા. તેમણે માત્ર 29 બોલમાં ફિફ્ટી ફટકારી હતી અને 61 બોલમાં 13 ચોગ્ગા,1 છગ્ગાની મદદથી 77 રન પર રમી રહ્યા હતા. ત્યારે વિશાલ જયસ્વાલે પોતાની સ્પિનના જાદુમાં કોહલીને ફસાવ્યા હતા. ક્રીઝની બહાર નીકળી શોટ રમવા ગયેલા કોહલીને વિકેટકીપર ઉર્વીલ પટેલના હાથે સ્ટમ્પ આઉટ કરાવી વિશાલે પોતાની કારકિર્દીની સૌથી મોટી વિકેટ ઝડપી હતી.

વિશાલે મેચમાં ખૂબ જ શાનદાર બોલિંગ કરી હતી. પોતાની 10 ઓવરમાં, તેણે વિરાટ કોહલીની મહત્વપૂર્ણ વિકેટ જ નહીં, પણ ત્રણ વધુ વિકેટો પણ લીધી અને દિલ્હીની ઇનિંગ્સને 254/9થી આગળ રોકી દીધી. તેણે 42 રનમાં કુલ ચાર વિકેટ લીધી. જોકે, ગુજરાત આ રોમાંચક મેચ 7 રનથી હારી ગયું. દિલ્હીના લક્ષ્યનો પીછો કરતા, ગુજરાતનો ઇનિંગ્સ 247 રનમાં સમેટાઈ ગયો.

આ પણ વાંચો: ડરી ગઇ હતી ટીમ ઈન્ડિયા...', વર્લ્ડ કપ 2022 સેમિ ફાઈનલ અંગે ઓસ્ટ્રેલિયન દિગ્ગજનું ચોંકાવનારું નિવેદન

વિરાટ કોહલી તરફથી ખાસ 'સાઈન્ડ બોલ'ની ભેટ

મેચ ભલે દિલ્હી 7 રનથી જીતી ગયું હોય, પરંતુ વિરાટ કોહલીએ વિશાલની બોલિંગથી પ્રભાવિત થઈને ઉદારતા દર્શાવી હતી. મેચ પૂર્ણ થયા બાદ કોહલી વિશાલને મળ્યા હતા અને જે બોલથી તેઓ આઉટ થયા હતા, તે મેચ બોલ પર ઓટોગ્રાફ આપીને વિશાલને ભેટ તરીકે આપ્યો હતો. આ ઉપરાંત, કોહલીએ આ યુવા ખેલાડી સાથે ફોટો પણ પડાવ્યો હતો.

વિશાલની ભાવુક સોશિયલ મીડિયા પોસ્ટ

વિશાલે આ ખાસ ક્ષણની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું કે, 'તેમને ટીવી પર રમતા જોવાથી લઈને તેમની સાથે મેદાન શેર કરવા સુધી... આ ક્ષણો માટે હું આભારી છું. વિરાટ ભાઈની વિકેટ લેવી એ એક એવો અનુભવ છે જે હું હંમેશા યાદ રાખીશ.'

કોહલીના નવા રેકોર્ડ્સ

આ મેચ દરમિયાન વિરાટ કોહલીએ લિસ્ટ-એ ક્રિકેટમાં 16,000 રન પૂર્ણ કરવાનો અને વિશ્વમાં સૌથી વધુ લિસ્ટ-એ એવરેજ (57.87) ધરાવવાનો નવો કીર્તિમાન પણ સ્થાપિત કર્યો છે.