રિષભ પંતની કેપ્ટનશિપમાં રમશે વિરાટ કોહલી, હર્ષિત રાણાની પણ એન્ટ્રી: વિજય હઝારે માટે ટીમની જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vijay Hazare Trophy: દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (DDCA)એ આગામી વિજય હઝારે ટ્રોફી (VHT) માટે પોતાની ટીમની જાહેરાત કરી છે, જેમાં ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે. DDCA દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, ભારતીય વિકેટકીપર-બેટર રિષભ પંતને 24મી ડિસેમ્બરથી શરૂ થનારી આગામી વિજય હઝારે ટ્રોફી માટે દિલ્હી ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અગાઉ અહેવાલ મુજબ, અનુભવી વિરાટ કોહલી પણ પ્રથમ બે મેચ માટે ટીમનો ભાગ છે. જોકે, કોહલી કુલ કેટલી મેચ રમશે તે સ્પષ્ટ નથી.
રિષભ પંત ટીમનું નેતૃત્વ કરશે
અહેવાલો અનુસાર, ઈશાંત શર્મા અને નવદીપ સૈની જેવા ખેલાડીઓએ પણ ટુર્નામેન્ટ માટે તેમની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે. ભારતીય ઝડપી બોલર હર્ષિત રાણા, જે હાલમાં T20 ટીમનો ભાગ છે, ઉપલબ્ધ થશે ત્યારે ટીમમાં જોડાશે. ગ્રુપ Dમાં સ્થાન મેળવનાર દિલ્હી આઠમી જાન્યુઆરી સુધી સાત મેચ રમશે. આ સ્ટાર્સ ઘરેલુ ક્રિકેટમાં પાછા ફરી રહ્યા છે, કારણ કે ભારતીય ખેલાડીઓ માટે રણજી/વિજય હઝારે/સૈયદ મુશ્તાક અલી જેવી ટુર્નામેન્ટમાં ભાગ લેવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. હવે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે રિષભ પંત અને વિરાટ કોહલી કેટલી મેચ રમશે.
બે VHT મેચો માટે દિલ્હીની ટીમ
રિષભ પંત (કેપ્ટન), આયુષ બદોની (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, અર્પિત રાણા, યશ ધુલ, સાર્થક રંજન, પ્રિયાંશ આર્ય, તેજસ્વી સિંહ (વિકેટકીપર), નીતિશ રાણા, રિતક શોકીન, હર્ષ ત્યાગી, સિમરજીત સિંહ, પ્રિન્સ મેહરાજ, દ્વિજ મહેરબાન, આયુશ ડોસેજા, વૈભાવ કાંડપાલ, રોહન રાણા, ઈશાંત શર્મા, નવદીપ સૈની, અનુજ રાવત (સ્ટેન્ડબાય વિકેટકીપર).
આ પણ વાંચો: તિલક, હાર્દિક કે અભિષેક નહીં પણ ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી બન્યો પ્લેયર ઓફ ધી સીરિઝ
કોહલી અને રોહિત ન્યૂઝીલેન્ડ ODI સીરિઝમાં જોવા મળશે
ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડની ટીમ જાન્યુઆરીમાં ભારતનો પ્રવાસ કરવાનો છે. તેઓ ત્રણ મેચની ODI સીરિઝ અને પાંચ મેચની T20 શ્રેણી રમશે. ભારત-ન્યૂઝીલેન્ડ ODI સીરિઝ 11મી જાન્યુઆરીથી વડોદરામાં શરૂ થશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા આ સીરિઝમાં રમશે તે લગભગ નક્કી છે. બંનેએ તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની ODI સીરિઝમાં પણ રમ્યા હતા, જ્યાં કોહલીએ રાંચીમાં પ્રથમ ODIમાં સદી ફટકારી હતી. વિરાટ અને રોહિત હવે ફક્ત ODI ફોર્મેટમાં જ રમે છે. બંનેનું લક્ષ્ય 2027 ODI વર્લ્ડ કપ રમવાનું અને જીતવાનું છે.









