Get The App

ધોની-રોહિત નથી કરી શક્યા એ વિરાટ કોહલીએ કરી બતાવ્યું! એક જ મેચમાં 3 મોટા રેકોર્ડ બનાવ્યા

Updated: May 17th, 2026

GS TEAM

Google News
Google News
Virat Kohli IPL 2026 runs

Virat Kohli Completes 500 Runs in IPL 2026 : IPL 2026 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું રન-મશીન વિરાટ કોહલી એક બાદ એક રેકોર્ડ તોડી રહ્યો છે.  રવિવારે (17 મે) ધર્મશાલાના મેદાન પર પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં કિંગ કોહલીએ ફરી એકવાર પોતાની ક્લાસ બેટિંગ બતાવી. કોહલીએ પંજાબના બોલરોની બરાબરની ધોલાઈ કરતા 37 બોલમાં 4 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગાની મદદથી શાનદાર 58 રનની ઇનિંગ રમી હતી. 

1. આઈપીએલની 9 સીઝનમાં 500થી વધુ રન બનાવનારો એકમાત્ર 'સિકંદર'

વિરાટ કોહલીએ આ ઇનિંગ દરમિયાન IPL 2026માં પોતાના 500 રન પૂરા કરી લીધા છે. આઈપીએલના ઇતિહાસમાં આ નવમી વખત બન્યું છે જ્યારે કોહલીએ કોઈ એક સીઝનમાં 500 કે તેથી વધુ રન બનાવ્યા હોય. આ રેસમાં ડેવિડ વોર્નર અને કેએલ રાહુલ પણ કોહલીથી ઘણા પાછળ છે.

IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500+ રન બનાવનાર બેટર: 

વિરાટ કોહલી- 9 સીઝન

ડેવિડ વોર્નર- 7 સીઝન

કેએલ રાહુલ- 7 સીઝન

શિખર ધવન- 5 સીઝન

ધોની-રોહિત નથી કરી શક્યા એ વિરાટ કોહલીએ કરી બતાવ્યું! એક જ મેચમાં 3 મોટા રેકોર્ડ બનાવ્યા 2 - image

2. કોઈ એક ટીમ સામે સૌથી વધુ રન

વિરાટ કોહલી આઈપીએલમાં કોઈ એક ચોક્કસ હરીફ ટીમ સામે સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે. તેણે પંજાબ કિંગ્સ સામે અત્યાર સુધીમાં સૌથી વધુ 1215 રન ફટકાર્યા છે, જે કોઈપણ એક ટીમ સામે આઈપીએલ ઇતિહાસનો સૌથી મોટો સ્કોર છે. આ મામલામાં પણ ટોપ-2 માં કિંગ કોહલી પોતે જ રાજ કરે છે.

1215 રન:* વિરાટ કોહલી વિરુદ્ધ પંજાબ કિંગ્સ

1174 રન: વિરાટ કોહલી વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ

1172 રન: વિરાટ કોહલી વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ

1161 રન: રોહિત શર્મા વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ

1134 રન: ડેવિડ વોર્નર વિરુદ્ધ પંજાબ કિંગ્સ

1126 રન: વિરાટ કોહલી વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ

ધોની-રોહિત નથી કરી શક્યા એ વિરાટ કોહલીએ કરી બતાવ્યું! એક જ મેચમાં 3 મોટા રેકોર્ડ બનાવ્યા 3 - image

3. પડિક્કલ સાથે મળીને રચ્યો નવો ઇતિહાસ

મેચ દરમિયાન કિંગ કોહલીએ દેવદત્ત પડિક્કલ સાથે બીજી વિકેટ માટે 76 રનની મજબૂત ભાગીદારી કરી હતી. ચાલુ સીઝનમાં આ છઠ્ઠી વખત બન્યું છે જ્યારે આ જોડીએ 50 કે તેથી વધુ રનની પાર્ટનરશિપ કરી હોય. આઈપીએલની કોઈ એક સીઝનમાં નોન-ઓપનિંગ જોડી માટે આ એક અદ્ભુત રેકોર્ડ છે અને તેઓ હવે એબી ડિવિલિયર્સ અને કોહલીના 2016ના ઓલ-ટાઇમ રેકોર્ડની બિલકુલ નજીક પહોંચી ગયા છે.

IPL સીઝનમાં નોન-ઓપનિંગ જોડી દ્વારા સૌથી વધુ વખત 50+ની ભાગીદારી:

7 વખત: વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ, 2016 (13 ઇનિંગ્સ)

6 વખત: માઈકલ હસી અને સુરેશ રૈના, 2013 (12 ઇનિંગ્સ)

6 વખત: સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા, 2025 (10 ઇનિંગ્સ)

6 વખત: વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલ, 2026 (9 ઇનિંગ્સ)

નોંધનીય છે કે વિરાટ કોહલીના આઈપીએલ કરિયરની આ 67 મી હાફ સેન્ચુરી હતી. આ સિવાય કિંગ કોહલી આઈપીએલમાં 9 સદી પણ ફટકારી ચૂક્યો છે, જે લીગના ઇતિહાસમાં સૌથી વધુ છે.