Sports

વિરાટ કોહલી પાસે સચિનનો મહારૅકોર્ડ તોડવાની તક, 148 વર્ષના ઇતિહાસમાં આવું ક્યારેય થયું નથી!

By GS TEAM
18 Oct 20252 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી ક્રિકેટના મેદાનમાં પાછા ફરી રહ્યા છે. તે 19મી ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમશે અને આ મેચમાં 'કિંગ કોહલી' એક એવા ઐતિહાસિક રેકોર્ડનું લક્ષ્ય રાખશે, જે ક્રિકેટના 148 વર્ષના ઈતિહાસમાં આજ સુધી કોઈ ખેલાડી હાંસલ કરી શક્યો નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

વિરાટ કોહલી પાસે સચિનનો મહારૅકોર્ડ તોડવાની તક, 148 વર્ષના ઇતિહાસમાં આવું ક્યારેય થયું નથી!

Virat Kohli Will Dethrone Sachin Tendulkar: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી ક્રિકેટના મેદાનમાં પાછા ફરી રહ્યા છે. તે 19મી ઑક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમશે અને આ મેચમાં 'કિંગ કોહલી' એક એવા ઐતિહાસિક રૅકોર્ડનું લક્ષ્ય રાખશે, જે ક્રિકેટના 148 વર્ષના ઇતિહાસમાં આજ સુધી કોઈ ખેલાડી હાંસલ કરી શક્યો નથી.

સચિન તેંડુલકરનો રૅકોર્ડ તોડવાની તક

કોહલી એક જ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો વિશ્વ રૅકોર્ડ પોતાના નામે કરવા માટે તૈયાર છે. હાલમાં એક જ ફોર્મેટમાં સૌથી વધુ 51 સદી ફટકારવાનો વિશ્વ રૅકોર્ડ સંયુક્ત રીતે વિરાટ કોહલી (વનડેમાં) અને સચિન તેંડુલકર (ટેસ્ટમાં)ના નામે છે. જો વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે સીરિઝમાં એક પણ સદી ફટકારે છે, તો તે ઇતિહાસ રચશે અને એક જ ફોર્મેટમાં 52 સદી ફટકારનાર વિશ્વના પહેલા ખેલાડી બની જશે.

રૅકોર્ડબ્રેકની સફર

પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર 2010-11ના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટેસ્ટમાં 51 સદીનો આંકડો પાર કરનાર પહેલા ખેલાડી હતા. વિરાટ કોહલીએ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે સદી ફટકારીને સચિન તેંડુલકરના આ રેકોર્ડની બરાબરી કરી હતી. જો કોહલી ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝમાં સફળ થાય છે, તો તે ક્રિકેટના 148 વર્ષના ઈતિહાસમાં એક જ ફોર્મેટમાં 52 સદી ફટકારનાર પહેલો ખેલાડી બનીને નવો બેન્ચમાર્ક સ્થાપિત કરશે.

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ ટેસ્ટ અને ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ વનડે ફોર્મેટ પ્રત્યેનો તેમનો લગાવ જળવાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે ધમાલ મચાવીને કોહલી 2027ના વર્લ્ડ કપ માટે પોતાનો દાવો વધુ મજબૂત કરશે.