app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

One8 Gurugram: વિરાટ કોહલીએ ગુરુગ્રામમાં લોન્ચ કરી રેસ્ટોરન્ટ, ફેન્સ માટે મેનુમાં 40થી વધુ ડીશ

રેસ્ટોરન્ટને M3M ઇન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સેન્ટરમાં ખોલવામાં આવ્યો છે

True Palate Cafeમાં One8 કમ્યૂનને રેનેસાએ ખાસ રીતે તૈયાર કર્યો છે

Updated: Sep 27th, 2023

Image:Screengrab

One8 Gurugram : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ખાવાનો ખુબ જ શોખ છે. આ જ કારણ છે કે તે હવે રેસ્ટોરન્ટમાં ઇન્વેસ્ટ કરી રહ્યો છે. વિરાટે (Virat Kohli Launches New Restaurant) હાલમાં જ ગુરુગ્રામમાં પોતાની નવી રેસ્ટોરન્ટ લોન્ચ કરી છે. One8 કમ્યૂનના નામથી ખોલવામાં આવેલી આ રેસ્ટોરન્ટ વિરાટની ભારતમાં 7મી આઉટલેટ છે. આ રેસ્ટોરન્ટને M3M ઇન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સેન્ટરમાં ખોલવામાં આવી છે. જેને જાણીતા કેફે રેનેસા દ્વારા તૈયાર કરવામાં આવી છે.

રેસ્ટોરન્ટ અંદરથી ખુબ જ શાનદાર રીતે ડિઝાઈન કરવામાં આવી

True Palate Cafeમાં One8 કમ્યૂનને રેનેસાએ ખાસ રીતે તૈયાર કરી છે. રેસ્ટોરન્ટ અંદરથી ખુબ જ શાનદાર રીતે ડિઝાઈન કરવામાં આવી છે. તમામ રસ્તાઓ વાઇન્ડિંગ રીતે ખુબ જ સરસ રીતે બનાવવામાં આવ્યા છે. લક્ઝુરિયસ કાર્પેટ સાથે મોવ, લવંડર અને ગુલાબી રંગો સિવાય રોઝ ગોલ્ડ ડિઝાઈન સુંદરતામાં વધારો કરે છે. વિરાટે રેસ્ટોરન્ટ વિશે કહ્યું કે, 'આ માત્ર એક રેસ્ટોરન્ટ નથી. પરંતુ તમને અહિયાં આંતરરાષ્ટ્રીય ભોજનની સાથે ખાસ યાદો બનાવવાની તક મળશે. One8 કમ્યૂન તેના શાનદાર સ્વાદના કારણે જ જાણીતી છે.

મેનુમાં કુલ 40થી વધુ ડીશ

રેસ્ટોરન્ટના શેફ અગ્નિભ મુદી દ્વારા ખાસ મેનુ તૈયાર કરવામાં આવ્યું છે. જે ડીશમાં તાજો અને ઉત્તમ સ્વાદ ઉમેરે છે. એવું કહેવાય છે કે વિરાટને પણ આ ડીશ ખુબ પસંદ છે. મેનુમાં કુલ 40થી વધુ ડીશનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સ્પેગેટી ચેરી ટોમેટો સ્ટૂ, ટોમેટો જૌ રિસોટ્ટો, ઝુકિની ક્રોવ્કેટ્સ સામેલ છે. આ ઉપરાંત વિરાટના ફેન્સ માટે રેસ્ટોરન્ટમાં અલગથી સ્પેસ બનાવવામાં આવી છે.  


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.

Gujarat