Get The App

રોહિત-ધોનીના બેટ કરતાં વિરાટ કોહલીની ટી-શર્ટના વધારે પૈસા ઉપજ્યા, ચેરિટી માટે હરાજી કરાઈ

Updated: Aug 24th, 2024

GS TEAM


Google News
Google News
રોહિત-ધોનીના બેટ કરતાં વિરાટ કોહલીની ટી-શર્ટના વધારે પૈસા ઉપજ્યા, ચેરિટી માટે હરાજી કરાઈ 1 - image


Image: Twitter

Virat Kohli Jersey Sold: ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી કે.એલ. રાહુલે પોતાની પત્ની સાથે હાલમાં જ 'ક્રિકેટ ફોર ચેરિટી' ઓક્શનનું આયોજન કર્યું હતું. તેનો હેતુ વંચિત બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવાના વિપલા ફાઉન્ડેશનના મિશનને સમર્થન આપવાનો હતો. શુક્રવારે મુંબઈમાં યોજાયેલી આ હરાજીમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત ઈન્ટરનેશનલ ક્રિકેટના ઘણાં મોટા નામોએ આ ઉમદા હેતુ માટે પોતાની અમૂલ્ય યાદગાર વસ્તુઓનું દાન કર્યું હતું. તેમાં સૌથી મોંઘી બોલી કિંગ કોહલીની જર્સીની લાગી હતી, જેના રોહિત શર્મા અને એમ.એસ. ધોનીના બેટ કરતા પણ વધુ પૈસા ઉપજ્યા હતા. વિરાટ કોહલીની જર્સીને એક ચાહકે રૂ. 40 લાખમાં ખરીદી હતી.  

ઓક્શનમાં કુલ 1.93 કરોડની રકમ એકત્ર કરવામાં આવી હતી. વિરાટ કોહલીનું યોગદાન માત્ર તેની જર્સી પૂરતું જ મર્યાદિત ન હતું તેના ગ્લવ્સ પણ ખૂબ જ આકર્ષક રહ્યા હતા, જે 28 લાખ રૂપિયામાં વેચાયા. આ ઉપરાંત રોહિત શર્માની બેટ પણ એક શાનદાર વસ્તુ હતી જે 24 લાખમાં વેચાઈ.

ઈન્ડિયા અને ચેન્નાઈ સુપરકિંગ્સના દિગ્ગજ પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીએ ઓક્શનમાં પોતાની બેટ વેચીને ઈતિહાસ રચી દીધો. તેનું આ બેટ 13 લાખ રૂપિયામાં વેચાયું હતું.  આ યોગદાનની સાથે-સાથે રાહુલ દ્રવિડનું બેટ પણ 11 લાખ રૂપિયામાં વેચાઈ. આ ઉપરાંત કે એલ રાહુલની જર્સી પણ 11 લાખ રૂપિયામાં વેચાઈ.

રાહુલ અને આથિયા બંનેએ ભારપૂર્વક જણાવ્યું કે, આ કાર્ય અમારા હૃદયની ખૂબ જ નજીક છે કારણ કે, તેનાથી દિવ્યાંગ બાળકોના ઉત્થાનમાં મદદ મળશે.

Tags :