Get The App

કિંગ કોહલીનો દબદબો: IPL 2026 પહેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે વિરાટના 5 મહારેકોર્ડ્સ પર પાડ્યો પ્રકાશ

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
કિંગ કોહલીનો દબદબો: IPL 2026 પહેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે વિરાટના 5 મહારેકોર્ડ્સ પર પાડ્યો પ્રકાશ 1 - image


Virat Kohli IPL Records: IPL 2026 પહેલા ગિનિસ બુકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં વિરાટ કોહલીના પાંચ IPL રેકોર્ડ્સ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ પણ 'કિંગ કોહલી' ની મહાનતાને સ્વીકારવા માટે મજબૂર થયા છે. તો ચાલો જાણીએ કે, કોહલીના કયા મહા રેકોર્ડ્સની વાત કરી છે. 

વિરાટ કોહલીના મહારેકોર્ડ્સ

પહેલો રેકોર્ડ: કોહલી IPLના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. અત્યારસુધી તેણે 8,661 રન બનાવ્યા છે.

બીજો રેકોર્ડ: એક IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે. 2016ની IPL સિઝનમાં કોહલીએ 973 રન બનાવ્યા હતા.

ત્રીજો રેકોર્ડ: IPLના ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે. અત્યાર સુધીમાં કોહલીએ 8 સદી ફટકારી છે.

ચોથો રેકોર્ડ: કોહલી IPL ઇતિહાસમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર બેટ્સમેન પણ છે. અત્યારસુધી તેણે 63 અડધી સદી ફટકારી છે.

પાંચમો રેકોર્ડ: કોહલીએ મેદાન પર સૌથી વધુ કેચ કર્યા છે. જેમાં કુલ 117 કેચનો સમાવેશ થાય છે.

કોહલી આગામી સિઝન માટે તૈયાર

વિરાટ કોહલી આગામી IPL 2026ની સિઝન માટે સંપૂર્ણપણે તૈયાર જોવા મળી રહ્યો છે. સિઝનની શરૂઆત પહેલા કોહલીએ ટીમની અંદરની મેચોમાં શાનદાર ફોર્મ દર્શાવ્યું છે. જેમાં પહેલી પ્રેક્ટિસ મેચમાં કોહલીએ ફક્ત 12 બોલમાં 29 રન બનાવ્યા હતા. બીજી મેચમાં તેણે ફક્ત 19 બોલમાં 45 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ્સ સ્પષ્ટપણે દર્શાવે છે કે, કોહલી સંપૂર્ણપણે તૈયાર છે.

આ પણ વાંચો: IPL-2026માં આક્રમક અંદાજમાં ગુજરાત ટાઈટન્સ ! ટ્રોફી જીતવા કેપ્ટન ગિલનો પ્લાન તૈયાર, જાણો શું કહ્યું

કોહલીની IPL કારકિર્દી

કોહલીની IPL કારકિર્દીની વાત કરીએ તો, તેણે અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં 267 મેચ રમી છે. આ મેચોમાં 259 ઇનિંગ્સમાં બેટિંગ કરી કોહલીએ 39.54ની સરેરાશ અને 132.85ના સ્ટ્રાઇક રેટથી 8,661 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન કોહલીએ 8 સદી અને 63 અડધી સદી ફટકારી છે.