નેટ પ્રેક્ટિસ કરીને બહાર નીકળ્યો અને પછી... કોહલીએ ગંભીરને કર્યો નજરઅંદાજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image Source: Twitter
Virat Kohli ignored Gautam Gambhir after net session: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સીરિઝની બીજી વનડે રાયપુરમાં રમાશે. બીજી વનડે પહેલા ભારતીય ક્રિકેટરોએ ખૂબ પ્રેક્ટિસ કરી છે, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં ખાસ કરીને વિરાટ કોહલી લાંબા-લાંબા છગ્ગા ફટકારીને પ્રેક્ટિસ મેચ જોવા આવેલા ચાહકોનું મનોરંજન કરતો નજર આવ્યો. બીજી તરફ જ્યારે કોહલી પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે કોચ ગૌતમ ગંભીર પણ તેની બેટિંગને ધ્યાનથી જોઈ રહ્યો હતો. પરંતુ જ્યારે વિરાટ કોહલીએ પ્રેક્ટિસ પૂરી કરી ત્યારે તેણે કંઈક એવું કર્યું જેની હવે ચર્ચા થઈ રહી છે.
વાસ્તવમાં હેડ કોચ ગૌતમ ગંભીર જેમના બંને સીનિયર ખેલાડીઓ સાથેના સંબંધો છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનો વિષય રહ્યો છે. વાસ્તવમાં સીનિયર મેન્સ નેશનલ સિલેક્ટર પ્રજ્ઞાન ઓઝાને કથિત રીતે ગંભીર અને કોહલી વચ્ચે સમાધાન કરાવવા માટે રાયપુર મોકલવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
વિરાટ કોહલી ગંભીરને નજરઅંદાજ કરી ગયો
હવે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, પ્રેક્ટિસ સેશન સમાપ્ત થતાં જ કોહલીએ બંને બેટ ખભા પર મૂકી દીધા અને ગંભીરની નજીકથી એક પણ શબ્દ બોલ્યા વિના પસાર થઈ ગયો. ભારતીય ક્રિકેટમાં થઈ રહેલા ફેરફારો પર નજર રાખનારા માટે આ એક એવી ક્ષણ હતી જેના ઘણા અર્થ નીકળી શકે છે. થોડા સમય પછી કોહલીની પાછળ ચેન્જિંગ રૂમમાં પહોંચેલા રોહિત ગંભીર સાથે વાત કરવા માટે થોડી વાર રોકાયો હતો પરંતુ વિરાટે ગંભીરને નજરઅંદાજ કર્યો.
ગંભીર અને કોહલીના સબંધોમાં ખટાશ
વનડે સીરિઝ શરૂ થયા બાદથી સોશિયલ મીડિયા પર ઘણી એવી તસવીરો સામે આવી છે, જે જોઈને લાગે છે કે, ગંભીર અને કોહલી વચ્ચે હાલમાં સારા સંબંધો નથી અને બંને એકબીજા સાથે બિલકુલ વાત નથી કરી રહ્યા. કોહલીએ વિજય હજારે ટ્રોફી ટુર્નામેન્ટ માટે તેની ઉપલબ્ધતા કન્ફર્મ કર્યા પછી એવી આશા હતી કે, પરિસ્થિતિ સુધરશે, પરંતુ હવે એવું લાગે છે કે બંને વચ્ચેના સંબંધો સુધારવા માટે વધુ પ્રયાસોની જરૂર પડશે.








