Virat Kohli Jokes About Ducks in RCB Dressing Room : IPL 2026 હવે તેના અંતિમ અને સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અત્યારે પ્લેઓફની રેસમાં મજબૂત રીતે આગળ વધી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મહત્ત્વની જીત બાદ RCBના ડ્રેસિંગ રૂમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં વિરાટ કોહલી પોતાની ખરાબ ફોર્મ પર મજાક કરતો જોવા મળે છે.
શું છે સમગ્ર કિસ્સો?
સીઝનની શરૂઆતમાં ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ રહેલા વિરાટ કોહલીનું બેટ છેલ્લા બે મેચથી શાંત છે. લખનઉ અને મુંબઈ સામેની મેચમાં વિરાટ શૂન્ય રન પર આઉટ થયો હતો. પરંતુ, આ નિષ્ફળતાને દિલ પર લેવાને બદલે વિરાટે તેને હળવાશથી લીધી છે. મુંબઈ સામેની જીત બાદ જ્યારે હેડ કોચ એન્ડી ફ્લાવરે વિરાટને ટીમ સામે બોલવા માટે માઈક આપ્યું, ત્યારે વિરાટે હસતા હસતા કહ્યું, ‘થેન્ક્સ એન્ડી, આજે ગેમમાં મને કંઈક (બોલવાની) તક આપવા બદલ!’
વિરાટનો ઈશારો એ તરફ હતો કે બેટિંગમાં તો તે શૂન્ય પર આઉટ થયો હોવાથી કંઈ કરી શક્યો નહોતો, એટલે હવે બોલીને પોતાનું યોગદાન આપી રહ્યો છે. આ સાંભળીને આખો ડ્રેસિંગ રૂમ હાસ્યથી ગૂંજી ઉઠ્યો હતો.
RCB માટે સારા સમાચાર
વિરાટ કોહલીના ફોર્મમાં ઘટાડો થયો હોવા છતાં RCB સતત મેચ જીતી રહી છે. અગાઉના વર્ષોમાં ટીમ માત્ર વિરાટ પર નિર્ભર રહેતી હતી, પરંતુ આ સીઝનમાં અન્ય ખેલાડીઓ પણ જવાબદારી નિભાવી રહ્યા છે. રાયપુરમાં મુંબઈ સામેની જીત બાદ હવે બેંગલુરુ ટોપ-2 માં સ્થાન મેળવવા માટે પ્રબળ દાવેદાર બની ગયું છે.
આગામી મેચોનું શિડ્યુલ:
13 મે: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે (રાયપુર)
17 મે: પંજાબ કિંગ્સ સામે (ધર્મશાલા)


