Get The App

વિરાટની માતાના સ્વાસ્થ્ય અંગે લેટેસ્ટ અપડેટ, કોહલીના ભાઈએ કરી સ્પષ્ટતા

વિરાટ કોહલીએ BCCI પાસે પ્રથમ 2 ટેસ્ટમાંથી બ્રેકની માગ કરી હતી

Updated: Jan 31st, 2024

GS TEAM

Google News
Google News
વિરાટની માતાના સ્વાસ્થ્ય અંગે લેટેસ્ટ અપડેટ, કોહલીના ભાઈએ કરી સ્પષ્ટતા 1 - image
Image: Instagram

Virat Kohli’s Elder Brother Dismissed Rumors About Mother Bad Health : ભારતીય ક્રિકેટ ટીમનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ 2 મેચમાંથી બહાર થઈ ગયો હતો. તેણે પારિવારિક કારણોસર ટીમમાં ન જોડાવાનો નિર્ણય કર્યો હતો. આ પછી સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની અફવાઓ ફેલાવા લાગી હતી. ક્યારેક એવું કહેવામાં આવતું હતું કે તેની પત્ની અનુષ્કા શર્મા બીજી વખત માતા બનવા જઈ રહી છે તો ક્યારેક એવું સામે આવ્યું કે કોહલીની માતાની તબિયત ખૂબ જ ખરાબ છે. હવે વિરાટના મોટા ભાઈ વિકાસ કોહલીએ આ અંગે ખુલાસો કર્યો છે.

વિરાટના મોટા ભાઈએ કર્યો ખુલાસો

વિકાસ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “મેં જોયું છે કે અમારી માતાના સ્વાસ્થ્ય વિશેના આ ફેક ન્યૂઝ દરેક જગ્યાએ ફેલાતા હતા. હું સ્પષ્ટ કરી દઉં કે અમારી માતા એકદમ ફિટ અને ફાઈન છે. હું દરેકને અને મીડિયાને પણ વિનંતી કરીશ કે યોગ્ય માહિતી વિના આવા સમાચાર ન ફેલાવો.”

BCCIએ કરી હતી વિનંતી

શરૂઆતમાં એવી અટકળો હતી કે કોહલીએ તેની માતાની બીમારીના કારણે ઇંગ્લેન્ડ સામે પ્રથમ 2 ટેસ્ટ મેચથી બ્રેક માંગ્યો હતો. જો કે આ અંગે પુષ્ટિ કરનાર કોઈ સત્તાવાર અપડેટ ન હતું. BCCIએ ચાહકો અને મીડિયાને વિનંતી કરી હતી કે તે વિરાટની પ્રાઈવેસીનું સન્માન કરે અને ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ 2 મેચમાંથી વિરાટના હટવાના કારણ અંગે અટકળો લગાવવાથી બચે.