Get The App

ધોનીના માનમાં વિરાટ કોહલીએ જુઓ શું કર્યું, IPLમાં બંનેની છેલ્લી મુલાકાત હોવાની ચર્ચા!

Updated: May 4th, 2025

GS TEAM


Google News
Google News
ધોનીના માનમાં વિરાટ કોહલીએ જુઓ શું કર્યું, IPLમાં બંનેની છેલ્લી મુલાકાત હોવાની ચર્ચા! 1 - image


Image Source: Twitter

IPL 2025: શું આ એમએસ ધોનીનું IPLમાં છેલ્લું વર્ષ છે? છેલ્લા ઘણા વર્ષોથી CSK આ જ સવાલ સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરે છે. બ્રોડકાસ્ટરથી લઈને ક્રિકેટ પંડિતો દર વર્ષે અટકળો લગાવે છે કે આ IPLમાં તેનું છેલ્લું વર્ષ જ હશે, પરંતુ ધોની તો ધોની છે. તે આગામી વર્ષે પોતાના ચાહકોનું મનોરંજન કરવા માટે મેદાનમાં ઉતરી જ જાય છે. પણ આ વર્ષે માહોલ થોડો અલગ દેખાય રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સતત મેચ હારી રહી છે અને ધોનીનું પ્રદર્શન પણ ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. આવી સ્થિતિમાં ટીમના ભવિષ્યને જોતા એમ કહી શકાય કે ધોની પોતાની IPL કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી શકે છે. RCB vs CSK મેચ પછી જ્યારે કોહલીએ ધોનીના સન્માનમાં પોતાની કેપ ઉતારી ત્યારે ધોનીના સંન્યાસની અટકળો વધુ તેજ બની.

ધોનીના માનમાં વિરાટ કોહલીએ જુઓ શું કર્યું

જુનિયર ખેલાડીઓ ઘણીવાર સિનિયર ખેલાડીઓના સન્માનમાં હાથ મિલાવતી વખતે પોતાની કેપ ઉતારે છે, પરંતુ આ વખતે બ્રોડકાસ્ટરને તેની પાછળ એક અલગ જ લાગણી જોઈ. જેના કારણે તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ધોની અને કોહલીની મેચ પછીની તસવીર પોસ્ટ કરીને લખ્યું, 'વન લાસ્ટ ટાઈમ.'

સ્ટાર સ્પોર્ટસની આ પોસ્ટ પર ચાહકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે-


ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને જેકબ બેથેલે પ્રથમ વિકેટ માટે 97 રનની પાર્ટનરશિપ સાથે RCBને ધમાકેદાર શરૂઆત અપાવી. બંને બેટ્સમેનોએ અડધી સદી પણ ફટકારી હતી, પરંતુ તેમના આઉટ થયા પછી મિડલ ઓર્ડર ખરાબ રીતે ફ્લોપ ગયો. અંતે રોમારિયો શેફર્ડે 14 બોલમાં 53 રનની તોફાની ઈનિંગ રમી અને ટીમને 200 રનની પાર પહોંચાડ્યું.

આયુષ મ્હાત્રેએ 94 રન અને રવિન્દ્ર જાડેજાએ અણનમ 77 રન બનાવ્યા

આ રન ચેઝ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી આયુષ મ્હાત્રેએ 94 રન અને રવિન્દ્ર જાડેજાએ અણનમ 77 રન બનાવ્યા. પરંતુ તે બંને ટીમને જીત અપાવી શક્યા નહીં. RCB તરફથી લુંગી નગિડી 3 વિકેટ સાથે સૌથી સફળ બોલર રહ્યો.

Tags :