Virat Kohli Creates History: આઈપીએલ 2026માં વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ જારી છે. રાયપુરમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ કોહલીએ અનેક ઐતિહાસિક સિદ્ધિઓ પોતાના નામે કરી છે. વિરાટ હવે આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમનારો ખેલાડી બની ગયો છે.
મેચનું શાનદાર પ્રદર્શન
કોહલીએ આ મેચમાં આક્રમક બેટિંગ કરતા 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી માત્ર 60 બોલમાં અણનમ 105 રન બનાવ્યા હતા. આ તેના આઈપીએલ કરિયરની 9મી સદી અને ઓવરઓલ ટી20 કરિયરની 10મી સેન્ચુરી હતી. કોહલીના આ શતકના જોરે RCB એ KKR સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે.
મેચ રમવાનો નવો રેકોર્ડ
KKR સામેની આ મેચ કોહલીના IPL કરિયરની 279મી મેચ હતી. આ સાથે જ તેણે એમએસ ધોની અને રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો છે, જેઓ 278-278 મેચો સાથે સંયુક્ત રીતે ટોપ પર હતા.
IPLમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓ
વિરાટ કોહલી: 279
એમએસ ધોની: 278
રોહિત શર્મા: 278
રવીન્દ્ર જાડેજા: 265
દિનેશ કાર્તિક: 257
અન્ય ખાસ રેકોર્ડ્સ
એક જ ફ્રેન્ચાઈઝી માટે સૌથી વધુ મેચ: કોહલી આઈપીએલ ઈતિહાસમાં એક જ ટીમ (RCB) માટે સૌથી વધુ મેચ રમનારો ખેલાડી છે.
12 સીઝનમાં 400+ રન: વિરાટ આઈપીએલની 12 અલગ-અલગ સીઝનમાં 400 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.
14,000 ટી20 રન: કોહલીએ ટી20 ક્રિકેટમાં પોતાના 14,000 રન પણ પૂરા કર્યા અને આ સિદ્ધિ સૌથી ઓછી (409) ઈનિંગમાં મેળવીને ક્રિસ ગેલ અને ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધા છે.


