Get The App

Virat Kohli Record: કોહલીએ રચ્યો નવો ઈતિહાસ, આવુ કરનારો ભારતનો પહેલો ખેલાડી

Updated: Apr 7th, 2025

GS TEAM

Google News
Google News
Virat Kohli Record: કોહલીએ રચ્યો નવો ઈતિહાસ, આવુ કરનારો ભારતનો પહેલો ખેલાડી 1 - image


Virat Kohli New Record: IPL 2025ની મેચ નંબર 20 મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની વચ્ચે રમાય છે. આ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે વિરાટ કોહલીએ એક નવો ઈતિહાસ રચ્યો છે.

આ પણ વાંચો : IPL 2025: રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ મુંબઈ ઈન્ડિયન્સને 222 રનનો આપ્યો ટાર્ગેટ, કોહલી-પાટીદારનો ધમાકો

કોહલીએ T20 કરિયરમાં 13 હજાર રન પૂરા કર્યા

આ મેચમાં વિરાટ કોહલીએ તેના T20 કરિયરમાં 13 હજાર રન પૂરા કર્યા છે. અને આવું કરનાર વિશ્વનો 5મો ખેલાડી બન્યો છે. તેમજ આવું કરનાર તે પ્રથમ ભારતીય ખેલાડી છે. તેમના પહેલા ક્રિસ ગેલ, એલેક્સ હેલ્સ, શોએબ મલિક અને કિરોન પોલાર્ડ આ કરી ચૂક્યા છે. આ રેકોર્ડ બનાવવા માટે કોહલીએ 386 મેચમાં બેટિંગ કરી છે. વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામેની મેચમાં 42 બોલમાં 67 રન બનાવ્યા હતા.

T20 ક્રિકેટમાં 13,000 રન બનાવનારા ખેલાડીઓ

14562             ક્રિસ ગેલ (381)

13610 એલેક્સ હેલ્સ (474)

13557  શોએબ મલિક (489)

13537  કિરોન પોલાર્ડ (594)

13001*          વિરાટ કોહલી (386)

આ પણ વાંચો : ગુજરાત ટાઈટન્સ જીતી તોય ઈશાંત શર્મા દંડાયો, જાણો મેદાનમાં એવી તે કઈ ભૂલ કરી?

મુંબઈ ઈન્ડિયન્સ (પ્લેઈંગ ઈલેવન): વિલ જેક્સ, રેયાન રિકલ્ટન, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ, વિગ્નેશ પુથુર.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (પ્લેઇંગ ઇલેવન): ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પદ્દીકલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.

Tags :