Sports

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીના 17 વર્ષ પૂર્ણ: 4 ICC ટ્રોફી, 27 હજાર રન સહિત જુઓ કેટલા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા

By GS TEAM
18 Aug 20252 mins read
TukuTouch Logo
17 Years of Virat Kohli: 18 ઑગસ્ટનો દિવસ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે ખૂબ જ ખાસ છે. 17 વર્ષ પહેલાં, એટલે કે 2008માં આ જ દિવસે વિરાટ કોહલીએ ભારતીય ટીમ માટે તેની ઇન્ટરનેશનલ ડેબ્યૂ મેચ રમી હતી. તેણે તેની ડેબ્યૂ મેચ શ્રીલંકા સામે દામ્બુલામાં રમી હતી, જે એક ODI મેચ હતી. તે મેચમાં કોહલીએ 22 બોલ રમીને 12 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માટે આ મેચ કઇ ખાસ નહોતી કારણકે આ મેચ ભારતીય ટીમ 8 વિકેટથી હારી ગઈ હતી.વિરાટ કોહલીએ તેની ડેબ્યૂ મેચ રમ્યા પછી કયારે પાછળ વળીને જોયુ નથી. 17 વર્ષની ઉંમરે તેણે તેના કારકિર્દીમાં અઢળક રન ફટકાર્યા. કોહલીએ ભારતીય ટીમ માટે અત્યાર સુધી 550 મેચ રમી છે, જેમાં તેણે 52.27ની એવરેજથી 27,599 રન બનાવ્યા છે. કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 82 સદી અને 143 અડધી સદી ફટકારી છે. આ દરમિયાન તેણે 306 સિક્સર અને 2721 ચોગ્ગા ફટકાર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીના 17 વર્ષ પૂર્ણ: 4 ICC ટ્રોફી, 27 હજાર રન સહિત જુઓ કેટલા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા
Image source: IANS 

17 Years of Virat Kohli: 18 ઑગસ્ટનો દિવસ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે ખૂબ જ ખાસ છે. 17 વર્ષ પહેલાં, એટલે કે 2008માં આ જ દિવસે વિરાટ કોહલીએ ભારતીય ટીમ માટે તેની ઇન્ટરનેશનલ ડેબ્યૂ મેચ રમી હતી. તેણે તેની ડેબ્યૂ મેચ શ્રીલંકા સામે દામ્બુલામાં રમી હતી, જે એક ODI મેચ હતી. તે મેચમાં કોહલીએ 22 બોલ રમીને 12 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માટે આ મેચ કઇ ખાસ નહોતી કારણકે આ મેચ ભારતીય ટીમ 8 વિકેટથી હારી ગઈ હતી.વિરાટ કોહલીએ તેની ડેબ્યૂ મેચ રમ્યા પછી કયારે પાછળ વળીને જોયુ નથી. 17 વર્ષની ઉંમરે તેણે તેના કારકિર્દીમાં અઢળક રન ફટકાર્યા. કોહલીએ ભારતીય ટીમ માટે અત્યાર સુધી 550  મેચ રમી છે, જેમાં તેણે 52.27ની એવરેજથી 27,599 રન બનાવ્યા છે. કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 82 સદી અને 143 અડધી સદી ફટકારી છે. આ દરમિયાન તેણે 306 સિક્સર અને 2721 ચોગ્ગા ફટકાર્યા છે.

આ પણ વાંચો : ગિલ અને સિરાજને એશિયા કપમાં ડ્રોપ કરાય તેવી શક્યતા, ત્રણ મહત્ત્વના નિર્ણયની અટકળો

વિરાટ કોહલીએ અત્યાર સુધી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ઘણી ટ્રોફી જીતી છે. કોહલી 2011માં વનડે વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો ભાગ રહ્યો છે. પછી તેણે 2013 અને 2025ની ઇન્ટરનેશનલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાની જીત માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. T20 વર્લ્ડ કપ 2024માં પણ તે ટ્રોફી જીતનાર ભારતીય ટીમના ભાગ હતો. કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ લાંબા સમય સુધી ઇન્ટરનેશનલ ટેસ્ટ રેન્કિંગમાં નંબર એક પર રહી હતી. 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એવોર્ડસનો ઢગલો 

વિરાટ કોહલીએ T20 વર્લ્ડકપ 2016માં 'પ્લેયર ઑફ ધી ટુર્નામેન્ટ'નું ટાઇટલ હાંસલ કર્યું હતું. પછી તે 2023માં ક્રિકેટ વર્લ્ડકપમાં પણ 'પ્લેયર ઑફ ધી સિરીઝ'રહ્યો છે. વિરાટ કોહલીએ વનડે ઇન્ટરનેશનલમાં 43 વખત 'પ્લેયર ઑફ ધી મેચ'નો એવોર્ડ જીત્યો હતો, ત્યારે ટી20I માં કોહલી 16 વખત 'પ્લેયર ઑફ ધી મેચ' રહ્યો છે. 36 વર્ષના કોહલીએ ટેસ્ટમાં 10 વાર 'પ્લેયર ઑફ ધી મેચ'નો એવોર્ડ હાંસલ કર્યો છે. વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ 2024 પછી T20  ઇન્ટરનેશનલને અલવિદા કહી દીધું હતું. પછી આ વર્ષે 12 મેના રોજ કોહલીએ ટેસ્ટ ક્રિકેટથી પણ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. T20I અને ટેસ્ટથી રિટાયરમેન્ટ બાદ કોહલી ભારત માટે માત્ર વનડે ક્રિકેટ જ રમી શકે છે.