વિરાટ કોહલીએ કેમ છોડવી પડી હતી RCBની કેપ્ટનશિપ? વર્ષો બાદ તોડ્યું મૌન
Virat Kohli breaks silence on quitting as RCB captain: IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. RCB પોઈન્ટ ટેબલ પર ટોપ પર છે. ભલે વર્ષોથી તે ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી હોય પરંતુ ચાહકો વચ્ચે આ ટીમ હંમેશા ચર્ચાનો વિષય બની રહે છે. અને તેનું કારણ પણ કોઈથી છૂપાયેલું નથી રહ્યું. આ વિરાટ કોહલીની ટીમ છે. કેપ્ટનશિપ છોડી ચૂકેલો વિરાટ કોહલી હજુ પણ RCBનો ચહેરો છે અને તેની સૌથી મોટી ઓળખ છે. 2008માં વિરાટ RCB સાથે જોડાયો હતો અને એ પછી ક્યારેય તેનાથી અલગ નથી થયો.
વિરાટ કોહલીએ 2013માં ડેનિયલ વિટોરી બાદ ટીમની કમાન સંભાળી અને 2021 સુધી કેપ્ટન રહ્યો. આ દરમિયાન બેંગલુરુએ ટ્રોફી તો ન જીતી પરંતુ તેણે કુલ ચાર વખત પ્લેઓફમાં સ્થાન મેળવ્યું અને 2016માં ફાઈનલમાં પણ રમ્યુ હતું. 2021માં જ્યારે કોહલીએ RCBની કેપ્ટનશિપ છોડી તો તે બધા માટે ચોંકાવનારો નિર્ણય હતો. વિરાટ કોહલીએ એક ઈન્ટરવ્યુમાં હવે તેનું સાચું કારણ જણાવ્યું છે.
આ પણ વાંચો: ધોની માટે બદલાયો IPLનો નિયમ? ગાવસ્કરે ભડકીને કહ્યું- ક્રિકેટને થયું મોટું નુકસાન
કેપ્ટન તરીકે કોહલીનો રેકોર્ડ
વિરાટ કોહલીએ 143 મેચોમાં RCBની કેપ્ટનશિપ કરી જેમાં તેને 68 મેચોમાં સફળતા મળી. આ દરમિયાન બેંગલુરુ ચાર વખત પ્લેઓફમાં પહોંચ્યું અને 2016માં ફાઈનલ પણ રમી હતી. આ દરમિયાન તેમની જીતની ટકાવારી 47.55 રહી હતી.
વિરાટ કોહલીના આ નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે, તે ખુદના પહેલા ટીમને રાખે છે. ટીમના હિતમાં તેના નિર્ણયની ચારેય બાજુ પ્રશંસા થઈ રહી છે.