app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

વર્લ્ડ કપ હાર્યા બાદ વિરાટ કોહલીએ લીધો મોટો નિર્ણય, તુરંત આ વ્યક્તિ સાથે વર્ષો જૂનો સંબંધ તોડ્યો

કોહલીએ સોશ્યલ મીડિયા દ્વારા બંટી માટે અગાઉ ઘણી પોસ્ટ પણ કરી હતી

કે.એલ રાહુલ, અજિંક્ય રહાણે, શુભમન ગિલ અને રોહિત શર્મા માટે પણ આ કંપની કામ કરે છે

Updated: Nov 21st, 2023

Image:IANS

Virat Kohli Breaks Relation With Bunty Sajdeh : ભારતીય ટીમ માટે ODI World Cup 2023નું અંત ખુબ જ દુખદ રહ્યું હતું. આખી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનો વર્ચસ્વ જોવા મળ્યો હતો. પરંતુ ફાઈનલ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટુર્નામેન્ટ સમાપ્ત થયા બાદ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. મીડિયા અહેવાલો મુજબ કોહલીએ ટુર્નામેન્ટ સમાપ્ત થતા જ એક મોટો નિર્ણય લીધો છે.

વિરાટે બંટી સાથે વર્ષો જૂના સંબંધો તોડ્યા

મીડિયા અહેવાલો મુજબ વિરાટ કોહલીએ તેના મેનેજર બંટી સજ્દેહ સાથે વર્ષો જૂના સંબંધ તોડી નાખ્યા છે. જો કે હજુ તેના પાછળના કારણોનો ખુલાસો થઇ શક્યો નથી. બંટી સજ્દેહ રોહિત શર્માની પત્ની રિતિકા સજ્દેહનો પિતરાઈ ભાઈ છે. બંટી સજદેહ કોર્નરસ્ટોન નામની પીઆર કંપનીનો માલિક છે. એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે કોહલી પોતાની કંપની બનાવવા જઈ રહ્યો છે. તેના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે.

બ્રાન્ડેડ કંપની સાથે બંનેએ મળીને 100 કરોડની ડીલ કરી હતી

વિરાટ કોહલી અને બંટી સજ્દેહ ખુબ સારા મિત્રો છે એવું માનવામાં આવતું હતું. કોહલીએ સોશ્યલ મીડિયાના દ્વારા બંટી માટે અગાઉ ઘણી પોસ્ટ પણ કરી હતી. બંટી સજ્દેહની પીઆર કંપની માત્ર કોહલી જ નહીં પરંતુ કે.એલ રાહુલ, અજિંક્ય રહાણે, શુભમન ગિલ અને રોહિત શર્મા માટે પણ કામ કરે છે. કોહલી અને બંટી વર્ષોથી એકબીજાની સાથે છે. બંને સાથે મળીને એક બ્રાન્ડેડ કંપની સાથે 100 કરોડની ડીલ પણ કરી હતી. પરંતુ હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે બંટી અને કોહલી વચ્ચેના સંબંધોનો અંત આવી ગયો છે.

Gujarat